(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨
સલાબતપુરા પોલીસ મથકના પીએસઆઈ ગઢવીની એસીબીએ રૂ.૯૦ હજારની લાંચ માંગવાના કિસ્સામાં ધરપકડ કર્યા બાદ એસીબી તેની વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી પણ કરાવવા એફએસએલ પાસે તારીખ માંગી હોવાનું એસીબીના તપાસ કરનારા અધિકારી પીઆઈ વસાવાએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઉધના ખાતેના જરીના વેપારી પાસેથી રૂ.૧૪નો માલ ખરીદી લસકાણાના યાર્નના વેપારીઓએ યુનિટ બંધ કરી પોખારા ભણી જતા તેમની વિરૂદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. છેતરપિંડીના આ ગુનામાં પીએસઆઈ ગઢવીએ બે વેપારીઓ વચ્ચે પરિચય કરનારા વેપારીનો ઘડો લાગ્યો કરવા તેમને બોલાવી ગુનામાં ફીટ કરી દેવા ધમકાવી સમાધાન પેટે રૂ.૧ લાખની માંગણી કરી હતી. આ અંગે રૂ.૧૦ હજાર આપી દેવાયા બાદ બાકીના ૯૦ હજાર રૂપિયા લેવા જતા એસીબીએ તેમને રંગેહાથ ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી ત્રણ તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.
પીએસઆઈ ગઢવીની લાંચ પ્રકરણમાં ધરપકડ બાદ વોઈસ સ્પેકટ્રોગ્રાફી કરાવવા તારીખ મંગાઈ

Recent Comments