પાલનપુર, તા.૭
પાલનપુરના રેલવે સ્ટેશન વિસ્તારમાં ૪ વર્ષીય બાળકી ઉપર થયેલા દુષ્કર્મ મામલે બનાસકાંઠા જીલ્લા દલિત સંગઠને રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક આરોપીઓને પકડી ફાંસીની સજા કરવા ઉપરાંત પીડિતાને સહાય સહિત ૬ મુદ્દાની સહાય પૂરી પાડવાની માંગ કરી હતી.
પાલનપુરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં ચાર વર્ષની બાળકી ઉપર થયેલા દુષ્કર્મ મામલે એક સપ્તાહ જેટલો સમય વિતી જવા છતાં આરોપીઓ પકડાયા નથી અને બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠને રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી પીડિતાને તાત્કાલિક સરકારી સહાય માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ભરણપોષણ અને અભ્યાસ માટેની વ્યવસ્થા કરવામાં આવે ઉપરાંત પીડિતાના પરિવારને પાલનપુર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ત્વરિત લાભ આપવામાં આવે સહિત રેલવે સ્ટેશન વિસ્તારમાં બિન ઉપયોગી અને જર્જરીત બાંધકામો દૂર કરવામાં આવે અને આરોપીને તાત્કાલીક ધરપકડ કરી ફાંસીની સજા કરવામાં આવે તે પ્રકારની માંગણી કરી હતી.