મોસાલી, તા.૮
માંગરોળ તાલુકાનાં પીપોદરા ગામે એક યુવકને ઢોરમાર મારી એનાં ઉપર ફાયરિંગ કરાયા હોવાનો બનાવ બનવા પામ્યો છે.
પીપોદરા ગામે એક યુવકને ખેતરમાં લઈ જઈ એને ઢોરમાર મારી એનાં ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો બનાવ બનવા પામ્યો છે. આ આખેઆખી ઘટના નજીકમાં આવેલી એક કંપનીનાં સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થવા પામી છે, ફાયરિંગ કરાતાં ગોળી યુવકના થાપાનાં ભાગે વાગી પસાર થઈ ગઈ હતી, ઇજાગ્રસ્ત યુવકને સારવાર આપી, એને કોસંબા પોલીસ મથક ખાતે લઈ જવાતા ત્યાં આ યુવકે પોતાની સાથે જે ઘટના બની છે, એ અંગે ફરિયાદ આપી છે, કોસંબા પોલીસે યુવકની ફરિયાદ લઈ આ બનાવ પ્રશ્ને તપાસ શરૂ કરી છે, બનાવ કયા કારણસર બન્યો, ફાયરિંગ કેમ કરવામાં આવ્યું ? ફાયરિંગ કોણે કર્યું વગેરે પ્રશ્નો પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.