(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૯
શહેરના પીપોદરા જીઆઈડીસી ખાતે ગુજરાત મેડિકલ જનરલ પ્રેક્ટિસના લાયસન્સ વગર દવાખાનુ ચલાવતા પશ્ચિમ બંગાળના બોગસ તબીબને કોસંબા પોલીસે ઝડપી પાડ્યો હતો અને કુલ રૂા. ૫૨૫૧નો મુદ્દામાલે કબજે કર્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની પીપોદરા જીઆઈડીસી, પ્રકાશ સિનેમાની ગલીમાં આવેલી દિનેશ કુશ્વાહની દુકાનમાં દવાખાનું ધરાવતા મધુસુદન શાંતિરામ બિસ્વાહ મૂળ પશ્ચિમ બંગાળના નહિયા જિલ્લાના રાણાઘાટ તાલુકાના બલિયાદંગા ગલીના વતની છે. મધુસુદન બિસ્વાહ ઈન્ડિયન મેડીસિન કાઉન્સિલ અને ગુજરાત મેડીસિન કાઉન્સિલના નોંધણી પ્રમાણપત્ર વગર પ્રેક્ટિલ કરતો હોવાથી ગઈકાલે કોસંબા પોલીસે રેડ કરી હતી અને લાયસન્સ વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરી મનુષ્યની જિંદગી સાથે ચેડાં કરતા બોગસ તબીબ મધુસુદન બિસ્વાહની ધરપકડ કરી હતી. તેમજ કુલ રૂા. ૫૧૨૧નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.