અંકલેશ્વર, તા.૨૭
અંકલેશ્વરમાં ૬૯મા પ્રજાસત્તાક દિન નિમિત્તે શહેરની શાળાઓ તથા સરકારી ૩ કચેરીઓમાં તથા સરકારી સંસ્થાઓ પર ત્રિરંગો ફરકાવાયો હતો. અત્રેના પીરામણ ગામ ખાતે રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલે પંચાયત કચેરી ખાતે ત્રિરંગો ફરકાવી સલામી અર્પણ કરી હતી. ત્યારબાદ પીરામણ પ્રાથમિક શાળા ખાતે ૮ઃ૩૦ કલાકે અહમદભાઈ પટેલ દ્વારા ત્રિરંગો ફરકાવી સલામી અર્પણ કરાઈ હતી અને શાળામાં વિદ્યાર્થિની તથા વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ગામના સરપંચ તથા સભ્યો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા બદલ પ્રોત્સાહિત રોકડ રકમ એનાયત કરાઈ હતી અને શાળાના સંચાલકોને સાંસદ અહમદભાઈ પટેલ દ્વારા કાર્યક્રમ યોજવા બદલ સરાહના કરાઈ હતી. આ પ્રસંગે પૂર્વ મંત્રી તુષાર ચોધરી તથા ગામના સરપંચ ઈમરાન પટેલ તથા સભ્ય સલીમ પટેલ, જયંતીભાઈ પટેલ, નદીમ મિરઝા, મગન માસ્તર વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અંગેની ઝેનીથ હાઈસ્કૂલ ખાતે શાળાના ચેરમેન અહમદભાઈ બોબાત દ્વારા ત્રિરંગો લહેરાવી સલામી અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે જહાંગીર પઠાણ, મોઈનભાઈ શેખ, સાદીક શેખ, પ્રિન્સિપાલ ઈકબાલ પટેલ, ઈસ્માઈલભાઈ શેખ, મજીદભાઈ શેખ, મહંમદભાઈ બદાન, અનીશ રંગરેજ તથા સભ્યો તથા વિદ્યાર્થીગણ અને વાલીમંડળ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દારૂલ ઉલૂમ મરકઝે ઈસ્લામી પ્રાથમિક શાળામાં ધ્વજવંદન જાવીદભાઈ જોગિયાત દ્વારા કરાયું હતું. આ પ્રસંગે શાળાના ચેરમેન મોલવી મુસા મોકરોડ, ફારૂક શેખ, ઈકબાલ મોકરોડ, મહંમદભાઈ વડિયા સહિતના વાલીમિત્રો અને વિદ્યાર્થીગણ હાજર રહ્યા હતા. યુનિટી ઈંગ્લિશ મીડિયમ શાળા ખાતે નગરપાલિકાના કારોબારી ચેરમેન સંદીપ પટેલ દ્વારા ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે શાળાના જનરલ પ્રમુખ અહમદભાઈ બોબાત, જ.સેક્રેટરી જહાંગીરખાન પઠાણ, રફીક ઝઘડિયાવાળા, એડમિનિસ્ટ્રેટર કશ્મીરાબેન અંકલેશ્વરિયા સહિતના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હમદર્દ હાઈસ્કૂલ ખાતે એનઆરઆઈ ફારૂકભાઈ સાંસરોદવાળા દ્વારા ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે પ્રમુખ ડૉ. આશીફભાઈ માસ્તર, સેક્રેટરી સઈદભાઈ દરસોન, મે.ટ્રસ્ટી વહાબભાઈ કોલસાવાળા, હનીફ ભરૂચી, યુસુફભાઈ પટેલ, નજીરભાઈ ઘારોલીવાલા, ગુલામભાઈ સાંસરોદવાળા, ગુલામ શેખ, સઈદ શેખ, ગોરાભાઈ ગંગાત, યુનુસભાઈ પટેલ, ઈકબાલભાઈ કુરેશી, લુકમાનભાઈ પટેલ સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉન્નતી પ્રાથમિક શાળા ખાતે ૬૯મા પ્રજાસત્તાક દિને અહમદભાઈ સીંધા દ્વારા ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી મંડળના સભ્યો તથા વાલીગણ અને વિદ્યાર્થીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખરોડ પબ્લિક સ્કૂલ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ.તુષાર ચોધરી દ્વારા ૬૯મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કરી સલામી અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા અને શાળાના ટ્રસ્ટી મહંમદભાઈ ભૈયાત, ઐયુબ બાલા, શબ્બીરભાઈ, પ્રિન્સિપાલ અંજલી કુલ શ્રેષ્ઠા સહિતના વિદ્યાર્થીગણ તથા વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઈકરા ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે શાળાના સેક્રેટરી જલાલુદ્દીન કુરેશીએ ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી અર્પણ કરી હતી. આ પ્રસંગે શાળાના પ્રમુખ સુલેમાન ભૈયાત, ઉપપ્રમુખ મોહંમદ ઉસ્માનખાન, જનરલ સેક્રેટરી એલ.ડી. પટેલ, નજીર મહંમદ પટેલ, અનીશુદ્દીન કુરેશી સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.