(સંવાદદાતા દ્વારા)અમદાવાદ, તા.ર
ધંધુકાના ટાવર પાસે આવેલ પીર ઝડંગશા તથા સિકંદરશાહના પુરાના મઝારો સહિતની ખુલ્લા બે પ્લોટોવાળી વકફની મિલકત પર ત્રાહિત ઈસમોએ પ્રવેશ કરી નગરપાલિકાની પરવાનગી વિના બાંધકામ કરી લીધું હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ જ પગલાં ન ભરાતાં આ અંગે અમદાવાદના જાગૃત રહીશ શેરૂમિયાં શેખે વકફ બોર્ડ ગાંધીનગર ખાતે આરટીઆઈ કરી ઉક્ત મિલકતની માહિતી માંગતાં અંજુમને ઈસ્લામ ટ્રસ્ટ નામની સંસ્થા અમદાવાદ જિલ્લામાં નોંધાયેલ હોવાનું જણાતું નથી તેવો જવાબ આપ્યો હતો જો કે પીટીઆર રજિસ્ટરોનું નિદર્શન અને નિરીક્ષણ શેરૂ મિયાં શેખે કરતાં સદર મિલકત તા.ર૩/૬/૧૯પ૩ના રોજ અમદાવાદ જિલ્લાના રજિસ્ટરમાં વકફ તરીકે નોંધાઈ ગઈ હોવાનું જણાઈ આવેલ છે. આમ વકફ બોર્ડે ઉક્ત મિલકતની નોંધણી ન થઈ હોવાનો ખોટો જવાબ શા માટે આપ્યો તે સમજાતું નથી.
ઉક્ત ધંધુકાના ટાવર પાસે આવેલ પીર ઝડંગશા તથા સિકંદરશાહના પુરાના મઝારો સહિતની ખુલ્લા બે પ્લોટવાળી સ્થાવર મિલકત ધંધુકાના અંજુમને ઈસ્લામ કમિટિના નામે મુંબઈ પબ્લિક ટ્રસ્ટ એક્ટ ૧૯પ૦ હેઠળ બી-૩૬ર ક્રમાંકે તા.ર૩/૬/૧૯પ૩ના રોજ અમદાવાદ ખાતે નોંધાયેલાનો પી.ટી.આર.નો રેકોર્ડ ઉપલબ્ધ છે. જેના સેક્રેટરી તરીકે દિલાવરહુસેન હનીફમિયાં સૈયદની નિમણૂક કરવામાં આવી હતી. દિલાવરહુસેન સૈયદના તા.૧/૧૦/૧૯૭૭ના દિને થયેલ અવસાન બાદ ધંધુકાના એ.આઈ. દેસાઈ નામના ઈસમે સદર વકફની મિલકતો સિટી સર્વે નંબરો ૩૩૧૩, ૩૩૧પ અને ૩૩૧૬ સહિતની પીર ઝડંગશા તથા સિકંદરશાહ દરગાહવાળી ધાર્મિક મિલકતો વકફમાં નહીં નોંધાઈ હોવાના લેખિત નિવેદન અને બે પંચોની સહી સાથેના પંચનામાના આધારે તા.૧૪/૪/૧૯૭૮ના દિને ધંધુકા સિટી સર્વે કચેરીના અધિકારીએ તેમનું નામ વહીવટદાર અને કબજેદાર તરીકે સિટી સર્વેના રેવન્યુ રેકોર્ડ (પ્રોપર્ટી રેલ્સ કાર્ડ્‌સ)માં દાખલ કરી દીધેલ જ્યારે સિટી સર્વે કચેરી ધંધુકામાંથી મેળવેલ પ્રમાણિત નકલોને ધ્યાને લેતાં લેન્ડ રેવન્યુકોડ ૧૮૭૯ની કલમ ૧૩પ ડી હેઠળ સદર મિલકતના વહીવટકર્તા દિલાવરહુસેન કાદરીના અવસાન બાદ નામ કમી કરતા અગાઉ મર્હુમના પુત્ર શબ્બીરહુસેન દિલાવરહુસેન સૈયદને જે નોટિસ સિટી સર્વે કચેરીએ ઈસ્યુ કર્યાનું જણાવેલ છે. આ મિલકતોના પીઆર કાર્ડસમાં ફેરફાર નોંધની અન્ય કોલમમાં ૧૩પ ડીની નોટિસ જે-તે ઈસમને ઈસ્યુ કરી બજવણી કર્યા બાબતની કોઈ જ નોંધ પ્રમાણિત કરનાર સિટી સર્વે સુપ્રી. ધંધુકાએ કરેલ નથી. આ મિલકતના વહીવટકર્તા દિલાવરહુસેન હનીફમિયાંના ચાર પુત્રો હયાત હોવા છતાં ફક્ત એક પુત્ર શબ્બીરહુસેનને જ એલઆરસી ૧૮૭૯ની કલમ ૧૩પ ડી હેઠળ નોટિસ બજવીને તેમની સહી લેવાયેલાનો કોઈ જ પુરાવો મળતો નથી. મુસ્લિમ ધાર્મિક મિલકતના રેવન્યુ રેકોર્ડમાં નામ ફેર માટે ટ્રસ્ટ નોંધણી કચેરી (વકફ)નો દાખલો લાવીને રજૂ કરવાનો આગ્રહ રાખનાર સિટી સર્વેના ઓફિસરોએ ટ્રસ્ટનો દાખલો લાવીને રજૂ કરવાનો આગ્રહ આ કેસમાં શા માટે રાખ્યો નથી ?
જ્યારે અબ્દુલ રહેમાન આઈ દેસાઈ જે બચુભાઈ દેસાઈના નામે ઓળખાતા હતા. તેઓના આશરે ૧૦ વર્ષ ઉપર થયેલા અવસાન પછી આ પીર ઝડંગશાહની સ્થાવર મિલકત રેઢી અવસ્થામાં પડી રહી છે. સદર ધાર્મિક મિલકતના બંને વહીવટદારોના થયેલા અવસાન પછી ઉક્ત મિલકતની બાજુમાં રહેતા ધોબી મુસ્લિમ સમાજના ઈસમોએ વકફના ખુલ્લા બંને પ્લોટો ઉપર કબજો જમાવી લઈને સિટી સર્વે નં.૩૩૧૩ના પ્લોટમાં તેના ક્ષેત્રફળની બહાર પણ વધારાનું બાંધકામ કરીને કબજો જમાવી લેતાં ધંધુકામાં રહેતા અજીબનનીશા આસીકહુસેન સૈયદ અને અમદાવાદ જુહાપુરા ખાતે રહેતા તેમના મામા શેરૂમિયાં અલીમિયાં શેખે વાંધો લઈને વકફ બોર્ડ, ચીફ ઓફિસર નગરપાલિકા ધંધુકા અને લાગતા વળગતા અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆતો કરેલ છે.
ધંધુકા નગરપાલિકાના ચીફ ઓફિસર ગણાત્રા સમક્ષ આરટીઆઈ એક્ટ અન્વયે સદર વકફ મિલકતના પ્લોટો પર પાકું બાંધકામ કરનાર ધોબી બાબાભાઈ વલીભાઈ, ધોબી ટીપુભાઈ બાબાભાઈ અને ધોબી જીન્નતબેન બાબાભાઈ દ્વારા ઉક્ત બાંધકામ અંગે પાલિકાની પરવાનગી લીધી છે કેમ તે અંગે માંગેલ જાહેર માહિતીની અરજીના જવાબમાં આવી કોઈ જ બાંધકામની પરમિશન મેળવેલ નથી તેવો લેખિત જવાબ ચીફ ઓફિસર ગણાત્રાએ તા.૧૭/૭/ર૦૧૬ના રોજ આપ્યો હતો. આ બાંધકામની પરવાનગી અપાઈ નથી ના જવાબ પછી પણ એક વર્ષ સુધી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં શેરૂમિયાં શેખને મેળાપીપણાનો સણસાર આવતાં તેમણે ઉપરોક્ત મળેલ જવાબને આધાર બનાવીને અન્ય એક બીજી આરટીઆઈ અરજીના તા.ર૩/૮/ર૦૧૭ના રોજ પાલિકાના ચીફ ઓફિસર સમક્ષ ધોબી બંધુઓ વિરૂદ્ધ નગરપાલિકાએ કરેલ કાર્યવાહીની માહિતી માગતાં ચીફ ઓફિસરે ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ ૧૯૭૬ની કલમ ૩પ હેઠળ નગરપાલિકા ધંધુકાએ તા.૩૦/૬/ર૦૧૭ના રોજ ગેરકાયદેસર બાંધકામ સમયે નોટિસ આપેલ છે. સદર નોટિસ જે-તે ઈસમોને તા.૩૦/૬/૧૭ના રોજ પાલિકા દ્વારા નોટિસ બજી ગયા બાદ તેઓ દ્વારા જવાબ અપાયેલાની માહિતીનું કોઈપણ રેકર્ડ ઉપલબ્ધ નથી તેથી તે આપવા પાત્ર નથી તેવો જવાબ આપ્યો હતો. પરવાનગી વિના બાંધકામ કરનાર ધોબી બંધુઓ વિરૂદ્ધ પાલિકા તરફથી તો કાનૂની કાર્યવાહી નહીં કરવાના કારણો સાથેની માહિતી માગેલ જેના જવાબમાં ચીફ ઓફિસરે જણાવેલ કે આપના દ્વારા માંગવામાં આવેલ માહિતી પ્રશ્ન સ્વરૂપની હોઈ બોમ્બે હાઈકોર્ટના એચસી નં.૪૧૯/ર૦૦૭માં તા.૩૦/૪/ર૦૦૮ના હુકમમાં જણાવ્યા મુજબ પ્રશ્ન સ્વરૂપની માહિતી આપવા પાત્ર થતી ન હોઈ માહિતી આપેલ નથી.
આમ સદર વકફની મિલકતના સીસ નં.પ્લોટ નં. ૩૩૧૬ ઉપર નગરપાલિકા ધંધુકા દ્વારા પરવાનગી મેળવ્યા વિના બાંધકામ કરનારા ધોબી બંધુઓને જીટીપી એક્ટ ૧૯૭૬ની કલમ ૩પ હેઠળ તા.૩૦/૬/ર૦૧૭ના રોજ જાવક નંબર ૩૧૮થી નોટિસ અપાયા બાદ અને નોટિસ મળી ગયા છતાં તે નોટિસનો જવાબ નહીં આપનાર ગેરકાયદેસર અને નગરપાલિકા ધંધુકાની પરવાનગી મેળવ્યા વિના બાંધકામ કરનાર ધોબી બંધુઓએ કોઈ જ જવાબ આપેલ નથી. તેનો સીધો અને સરળ ભાષામાં જવાબ આપવાના બદલે ‘આ બાબતની (એટલે કે જવાબ આપવાની) કોઈપણ માહિતી રેકોર્ડ ઉપર ઉપલબ્ધ નથી. જેવો ચતુરાઈપૂર્વકનો અને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસરૂપ શબ્દોની માયાજાળ રચતો જવાબ આપેલ છે. જીટીપી એકટ ૧૯૭૬ની કલમ ૩પ હેઠળની નોટિસ જાવક નં. ૩૧૮ની તા.૩૦-૬-૧૭ના રોજ દિને બજી ગયા બાદ અને તે નોટિસનો કોઈ જ યોગ્ય જવાબ પણ ન આપનાર ધોબીબંધુઓ વિરૂદ્ધ નગરપાલિકા ધંધૂકાના ચીફ ઓફિસર જીપી ગણાત્રાએ કોઈ જ કાનૂની કાર્યવાહી હાથ ધરી નથી અને ગેરકાનૂની કૃત્ય કરનારા ધોબી બંધુઓ સાથે મેળાપીપણું કરીને પ્રશ્ન સ્વરૂપની માહિતી આપવા પાત્ર થતી ન હોવાનું ખોટું જણાવવા સાથે જે મુંબઈ હાઈકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરેલ છે તે ચુકાદાની કોઈ જ પ્રમાણિત નકલ પણ આપેલ નથી. આમ વકફની જમીનમાં પાલિકાની પરવાનગી વિના પાકું બાંધકામ કરનાર ધોબીબંધુઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાના બદલે પ્રશ્નનો છેદ ઉડાડીને ચીફ ઓફિસર કેવા પ્રકારની ફરજ બજાવી રહ્યા છે તે સમજી શકાતું નથી. જ્યારે પરવાનગી વિના થયેલ બાંધકામ અંગે ચીફ ઓફિસર એક કર્મીને તપાસ માટે મોકલે છે જે સ્થળ તપાસ કરીને જે નિવેદન લેખિતમાં આપે છે. પરંતુ આ કર્મચારીનું નામ શું છે કયા હોદ્દા પર ફરજ બજાવે છે તેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી તથા પ્લોટ ઉપર આશરે ૬થી ૭ વર્ષ પહેલાં મકાન બનાવેલ છે તેવું પ્રોપર્ટી ધારક કહે છે તો તે પ્રોપર્ટી ધારક કોણ ? ધોબી બંધુઓ તો ગેરકાયદેસર કબજેદાર છે તે સમયના ચીફ ઓફિસર ઈન્સ્પેકટરોના ઈજનેર તરીકે ફરજ બજાવીને જનારાઓએ કેમ કોઈ કાર્યવાહી ન કરી તથા હાલના ચીફ ઓફિસર પણ ધોબી બંધુઓ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કેમ કરતા નથી ?