દુબઈ, તા.૧પ
ઓલિમ્પિક રજત ચંદ્રક વિજેતા પીવી સિંધુ સીધી ગેમમાં જીત મેળવીને દુબઈ સુપર સિરીઝ બેડમિન્ટનના આગામી રાઉન્ડમાં પહોંચી ગઈ જ્યારે કિદામ્બી શ્રીકાંત સતત બીજી હાર બાદ બહાર થઈ ગયો. વિશ્વની ત્રીજા નંબરની ખેલાડી સિંધુએ ફકત ૩૬ મિનિટમાં જાપાનની સાયાકા સાતોને ર૧-૧૩, ૧ર-૧રથી પરાજય આપ્યો. આ ૧૦ લાખ ડોલર ઈનામી રકમવાળી ટુર્નામેન્ટમાં તેની સતત બીજી જીત છે. આ પહેલાં તેણે ચીનની જ હિ બિંગઝિયાઓને હરાવી હતી. હવે જાપાનની અકાને યામાગૂચી સામે તેને આગામી મુકાબલો રમવાનો છે. શ્રીકાંતને ચીનના તિયેન ચેને હરાવ્યો. શ્રીકાંતને ગ્રુપ બીમાં હજી પણ એક મેચ રમવાની છે. પણ આગામી રાઉન્ડમાં પહોંચવાનાી સંભાવના નથી. શ્રીકાંતને પ્રારંભિક મુકાબલામાં વિશ્વના નંબરવન અને ગત ચેમ્પિયન વિકટર એક્સલેસેને હરાવ્યો હતો. તે ચેન સામે ૧૮-ર૧, ૧૮-ર૧થી હારી ગયો.