અમરેલી, તા.૨૮
અનાજ માફિયાઓ દ્વારા સમગ્ર અમરેલી જિલ્લામાં રેશનિંગ કૌભાંડ આચરી ગરીબોથી લઇ સુખી સંપન્ન લોકોના રેશનિંગ કાર્ડમાંથી અનાજ ઉપાડી લેવાનું આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ કૌભાંડ બહાર પાડ્યા બાદ પુરવઠા વિભાગ દ્વારા માત્ર ૪ દુકાનધારકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હકીકતમાં પુરવઠા વિભાગના અધિકારીઓ પણ આ કૌભાંડમાં સામેલ હોઈ જેથી ઉચ્ચ લેવલે રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન ભરાતા આગામી ૧૦ માર્ચના રોજ સાંજે ૪ કલાકે સુરતના આરટીઆઈ કાર્યકર અજયભાઇ જાંગીડ તેમજ નાથાલાલ સુખડિયા સહિતના લોકો અમરેલી ખાતે રાજકમલ ચોકમાં જાહેરસભા યોજી સરકારી અધિકારીઓ સહિત સંડોવાયેલ લોકોના જાહેરમાં ભાંડો ફોડશે. આ કૌભાંડમાં પ્રજાને સાથે લઇ આંદોલન કરવાના ઇરાદે જાહેરસભા યોજવાનું નક્કી કર્યું છે. જેમાં શહેરની જનતાએ સહકાર આપી કૌભાંડિયો સામે આંદોલન કરવા નાથાલાલ સુખડિયાએ અપીલ કરી છે.
પુરવઠા અધિકારીઓ સહિત સંડોવાયેલા લોકોનો જાહેરસભામાં પર્દાફાશ કરાશે

Recent Comments