મોરબી, તા.૧પ
જમ્મુ કાશ્મીરના પુલવામા સીઆરપીએફના જવાનો ઉપર થયેલા દેશના સૌથી મોટા આંતકી હુમલાની પ્રથમ વરસી ગઈકાલે ગઈ સમગ્ર દેશ આ હુમલામાં શહીદ થયેલા વીર સપૂતોની શહીદીને કોટી કોટી નમન કરી રહ્યું છે. ત્યારે આ શહીદ પરિવારોને હાથોહાથ સહાય પહોંચડવાની સેવાપ્રવૃત્તિ કરતા મોરબીના અજય લોરીયા સહિતના રાષ્ટ્‌ભક્ત યુવાનોની ટીમે આજે પુલવામાના શહીદોને વિરાજંલી અપર્ણ કરી હતી. આ ટીમે અત્યાર સુધીમાં પુલવામાના આતંકી હુમલાના ૩૧ જેટલા શહિદના પરિવારોને રૂ. ૫૮ લાખની હાથોહાથની સહાય પહોંચાડી હતી. હવે આગામી સપ્તાહમાં સાઉથમાં શહીદ પરિવારોને હાથોહાથની સહાય પહોંચાડવા જશે.
ગામડે ગામડે ફરીને પુલવામાના શહીદના પરિવારો માટે ખાસ સેવાપ્રવૃત્તિ કરીને લોકફાળો એકત્ર કર્યા બાદ શહીદ પરિવારોને હાથોહાથ સહાય પહોંચાડવા માટે દેશના જુદાજુદા રાજ્યોમાં વસતા શહીદ પરિવારોના ઘરે રૂબરૂ જઈને સહાય પહોંચાડી હતી. આ રીતે યુવાનોની ટીમે દેશના જુદાજુદા રાજ્યોમાં અત્યાર સુધીમાં ૧૦ લાખ કી.મી.નો પ્રવાસ કર્યો હતો અને પુલવામાના ૩૧ જેટલા શહિદ પરિવારોને અત્યાર સુધીમાં રૂ. ૫૮ લાખની હાથોહાથની સહાય પહોંચાડી છે. મોરબીના આ રાષ્ટ્રભક્ત યુવાનોની ટીમનું પ્રેરણાદાયી કાર્ય સૌના માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે.