શ્રીનગર, તા.૧૮
સેનાએ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધ ધરાવનાર ૨૩ શકમંદની અટકાયત કરી છે. પોલીસના ટોચના સૂત્રોએ આ માહિતિ આપી હતી. તાજેતરમાં પુલવામા ખાતે થયેલા આતંકી હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ હતો. ધરપકડ કરવામાં આવનાર લોકોમાં જૈશ-એ-મોહમ્મદ પ્રત્યે સહાનુભૂતિ રાખનાર લોકોનો પણ સમાવેશ થાય છે. ગત ગુરુવારે જૈશ-એ-મોહમ્મદ તરફથી સીઆરપીએફના જવાનોના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ૪૦ જવાન શહીદ થયા હતા.
ઉલ્લેખનીય છે કે ભારત અનેક વર્ષોથી પાકિસ્તાનને તેની ધરતી પર ઉછરી રહેલા આતંકી જૂથોનો સફાયો કરવાનું કહેતું આવ્યું છે. બીજી તરફ પાકિસ્તાને પુલવામા હુમલામાં તેનો કોઈ હાથ હોવાનો ઇન્કાર કર્યો છે.
સુરક્ષા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અટકાયત કરવામાં આવેલી લોકોની NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)નાં અધિકારીઓ પૂછપરછ કરી હતી.
પુલવામા હુમલો : જૈશ સાથે સંબંધ હોવાની શંકામાં ૨૩ લોકોની ધરપકડ

Recent Comments