દેવગઢબારીઆ, તા.રર
મધ્ય પ્રદેશ ઝાબુઆ જિલ્લાના કાલિદેવી તાલુકાના દેહદીયા ગામના રહેવાસી રાજુભાઈ ઝીથરાભાઈ દેહદીયા ગતરોજ રાત્રીના સુમારે પોતાના કબ્જાની ટ્રકમાં કંડક્ટર તરીકે મધ્ય પ્રદેશ ધાર જિલ્લાના કુક્ષી તાલુકાના ટાંડા ગામના ગજેન્દ્ર નામક કંડક્ટકરને સાથે લઇ અમદાવાદ તરફ રવાના થયાં હતા. જ્યાં રસ્તામાં ઇન્દોર -અમદાવાદ હાઇવે પર દાહોદ તાલુકાના જાલત ગામ નજીક ખાન નદી પાસે પુરઝડપે પસાર થઇ રહ્યા હતા. તે સમયે ટ્રકની ધારી તૂટી જતા ચાલકે ઓચિંતો બ્રેક મારતા ટ્રકનું સંતુલન બગડી ગયું હતું. અને ટ્રક નદીના પુલ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. તે સમયે ટ્રકમાં સવાર ગજેન્દ્ર ટ્રકમાંથી ફંગોળાઈપુલ ઉપરથી નીચે નદીના તટ નજીક કંટાળી ઝાડીઓમાં પટકાતા ગજેન્દ્રનું મોત નિપજયું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક રસ્તામાં મૂકી નાસી ગયો હતો. ત્યારે આ બનાવની જાણ કતવારા પોલીસને થતા કતવારા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે ટ્રકમાં કોઈ હાજર ન મળતા પોલીસે ટ્રકનો કબ્જો લઇ હાઇવેનો વાહનવ્યવહાર ખુલ્લો કાર્યો હતો. ત્યારે આજરોજ સવારે પુલ નીચેથી કંડક્ટર ગજેન્દ્રનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહનો કબ્જો લઇ આગળની તપાસમાં જોતરાઈ ગઈ હતી.