(એજન્સી) જમ્મુ, તા.ર૧
રિપબ્લિકન ટીવીના અહેવાલ મુજબ જમ્મુ-કાશ્મીર સરહદે પાકિસ્તાનની સેનાનું હેલિકોપ્ટર નજરે પડ્યું હતું. જો કે આ અહેવાલોને ભારતીય સેના કે બીજા કોઈ મીડિયાએ પૃષ્ઠિ આપી નથી. બન્ને દેશો વચ્ચે સરહદે વારંવાર ચકમક ઝરે છે અને સીઝ ફાયરનો ભંગ કરાય છે. સોમવારે ૩ નાગરિકો ઉરી સેક્ટરમાં ઘવાયા હતા. બન્ને પક્ષો દ્વારા ભારે તોપમારો ચાલે છે. પાકિસ્તાને ચુરન્દા સીલિકોટ ખાતે કરેલા તોપમારામાં ત્રણ નાગરિકો ઘવાયા હતા.