(સંવાદ દાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૯
નિત્યાનંદ આશ્રમની સાથે હાથીજણ ખાતે આવેલી ડીએસપી સ્કુલના વિવાદમાં શાળા મુદ્દે શિક્ષણ વિભાગમાં રજૂ કરાયેલ ણષ્છ બોગસ હોવાથી ડષશ સ્કૂલના ટોચના આધિકારીઓ પૂજા મંજુલા શ્રોફ, હિતેન વંસત સહિત ૩ આરોપીઓના મિરઝાપુર ગ્રામ્ય કોર્ટે જામીન ફગાવતી દેતા પૂજા મંજુલા શ્રોફ, અનિતા દુઆ અને હિતેન વસંતે ધરપકડથી બચવા હાઈકોર્ટનું શરણું લીધું હતું .હાઇકોર્ટમાં દાખલ કરાયેલી પૂજા મંજુલા શ્રોફ અને અનિતા દુઆની અરજીની સુનાવણીમાં જસ્ટિસ એ.વાય.કોગજે ૭મી જાન્યુઆરી સુધી પૂજા મંજુલા શ્રોફ અને અનિતા દુઆની ધરપકડ ન કરવાનો વચગાળાનો આદેશ કર્યો હતો. આવો જ આદેશ આજે હાઇકોર્ટે હિતેન વંસતની આગોતરા જામીન અરજીમાં પણ ૭મી જાન્યુઆરી સુધી હિતેન વંસતની ધરપકડ ન કરવાનો વચગાળાનો આદેશ કર્યો છે. આ કેસમાં મિરઝાપુર ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન ફગાવતા મહત્વનું અવલોકન કર્યું હતું કે આરોપીઓ વિરૂધ ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલા છે અને જો તેમને જામીન આપવામાં આવશે તો પુરાવા સાથે ચેડા થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને જામીન ફગાવવામાં આવ્યા હતા. કોર્ટમાં આ મુદ્દે પોલીસ દ્વારા સોંગદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીઓની ગેરહાજરીમાં સ્કૂલ દ્વારા લેવામાં આવેલી બોગસ એનઓસી તપાસ માટે મેળવી શકાશે નહિ. પોલીસે સોંગદનામાં આક્ષેપ કર્યો છે કે આ કેસના આરોપી અને સહ-આરોપીઓ દ્વારા ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. ડીપીએસ ઈસ્ટ શાળાએ ખોટી એનઓસી મેળવી શાળા શરૂ કરી હતી. આરોપીઓ સદ્ધર છે અને સ્કૂલ સતાધિશો તરફથી પણ તપાસમાં સહયોગ ન મળતો હોવાથી તેમના આગોતરા જામીન મંજુર કરવામાં ન આવે. અગાઉ અરજદારના વકીલે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં ત્રણેય આરોપીઓને પોલીસ સોંગદનામું રજૂ ન કરે ત્યાં સુધી ધરપકડમાંથી રાહત આપવામાં આવે તેવી દાદ સાથે અરજી દાખલ કરતા કોર્ટે તેને માન્ય રાખીને આગામી મુદ્દત સુધીમાં ધરપકડમાંથી રાહત આપી હતી. શિક્ષણ વિભાગ દ્વારા ડીપીએસ પૂર્વ શાળા સંચાલકો કારોકસ ગ્રુપના એમડી શ્રોફ, હિતેન વંસત અને પૂર્વ પ્રિન્સિપાલ અમિતા દુઆ સામે બોગસ એનઓસી મુદ્દે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી ગ્રિામ્યી દ્વારા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરૂધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે એનઓસી ગુજરાત સરકારનું ન હોવાથી સીબીએસઈએ ડષશ સ્કુલની માન્યતા રદ કરી હતી.