(સંવાદદાતા દ્વારા)
ધોળકા,તા.૩
ધોળકા તાલુકાના અતિવૃષ્ટિ અને સુખ ભાદર ડેમના પાણીથી અસરગ્રસ્ત ગુંદી, ઉતેલિયા અને અરણેજ ગામોના લોકો પૂરના પાણીના ભરાવાના કારણે પારાવાર મુશ્કેલીઓમાં મૂકાયેલ હોય તેથી ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલ હોય પાકનો સર્વે કરવામાં આવે અને ગરીબ અને સામાન્ય લોકોને યોગ્ય રાહત મળે તે માટે ધોળકા નાયબ કલેક્ટરને ધોળકા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ નિમિત્તે ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ ફિરોજખાન પઠાણ, અમદાવાદ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ અશ્વિનભાઈ સોનારા, મહામંત્રી દિનેશભાઈ મકવાણા, કોંગ્રેસ અગ્રણી જગદીશભાઈ પાઠક હાજર રહ્યા હતા.