(એજન્સી) નવી દિલ્હી તા.૪
સુપ્રીમ કોર્ટે ગુરૂવારે એક વચગાળાનું આદેશ પસાર કર્યોં કે પગારોની પૂર્ણ ચુકવણી માટે ૨૯ માર્ચના જાહેરનામાંના અમલ અંગે નિષ્ફળતા બદલ માલિકોની સામે કોઈ કઠોર કાર્યવાહી નહીં કરવામાં આવશે. ૨૯ માર્ચે જારી કરાયેલ આદેશ મુજબ કોઈ પણ માલિકની સામે કોઈ કડક કાર્યવાહી નહીં કરવામાં આવશે, ૧૨ જૂને આવનાર આદેશ સુધી આ વચગાળાનું આદેશ પસાર કરવામાં આવી રહ્યો છે. બધા પક્ષકારોને ત્રણ દિવસોમાં લેખિત દલીલો રજૂ કરવા માટે સ્વતંત્રતા અપાઈ છે.
સુપ્રીમ કોર્ટની જજ અશોક ભૂષણ, જજ એસ.કે.કૌલ અને જજ એમ.આર.શાહની બેન્ચે આ આદેશ આપ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં એટોર્ની જનરલ કે.કે. વેનું ગોપાલે કહ્યું કે ગૃહ મંત્રાલય દ્વારા કામદારોને પગારોની પૂર્ણ ચુકવણી માટે જારી કરાયેલ નિર્દેશોનો ઉદ્દેશ્ય લોકડાઉન દરમિયાન માનવ પીડાને રોકવાનો હતો. તેઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદડની સત્તાઓને લાગુ કરવા માટે ૨૯મી માર્ચે જારી કરાયેલ આદેશને પડકારનાર અરજીઓનો જવાબ આપી રહ્યા હતા. એમણે જણાવ્યું કે લોકો કરોડોમાં હિજરત કરી રહ્યા હતા, અમે ઈચ્છતા હતા કે ઉદ્યોગોને ચાલુ રાખવામાં આવે એ ત્યારે જ રોકાય જયારે એમણે પૂર્ણ ચુકવણી કરવામાં આવે. એમણે એ પણ કહ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા હેઠળ સરકાર જાહેરનામું બહાર પાડી શકે છે કારણ કે કાયદો આપત્તિઓનો સામનો કરવા માટે છે. બેન્ચે કહ્યું કે સરકારે ઔદ્યોગિક વિવાદ કાયદાના બદલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદો લાગુ કર્યો છે અને માલિકો ઉપર ૧૦૦ ટકા પગારો ચૂકવવા પર ભાર મૂક્યો છે. જજ કૌલે ટિપ્પણી કરી કે પ્રશ્ન એ છે કે શું તમારી પાસે એમણે ૧૦૦ ટકા પગાર ચૂકવવાની ક્ષમતા છે અને જો આવું કરવામાં નિષ્ફળ જાઓ તો એમની સામે કેસ ચલાવી શકાય. એક ચિંતા એ છે કે, કામદારોને પગાર વિના નહીં છોડવો જોઈએ પણ ઉદ્યોગો પાસે પગારો ચૂકવવા માટે પૈસા નહીં પણ હોઈ શકે. બેન્ચે કહ્યું કે ઉદ્યોગો સાથે વાતચીત થવી જોઈએ અને સરકારને એક સૂત્રધારની ભૂમિકા ભજવવી જોઈએ. અમે મીડિયા દ્વારા જાણી શકીએ છીએ. અમને એક વહેવારિક સમાધાન આપે. બેન્ચે એ.જી.ને કહ્યું. એ. જી.એ બહાર મૂકીને કહ્યું કે ન્યાયાલયને માનવીય સ્થિતિની પૃષ્ઠભૂમિ પર વિચાર કરવો જોઈએ. જેના લીધે આ આદેશ બહાર પાડવામાં આવ્યું હતું.