(એજન્સી) તા.૨૨
અંગ્રેજી ન્યુઝ ચેનલ રિપબ્લિક ટીવીના સંસ્થાપક અર્નબ ગોસ્વામી અને બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બાર્ક)ના ભૂતપૂર્વ કાર્યકારી અધિકારી પાર્થો દાસ ગુપ્તા વચ્ચેની કથિત વોટ્સએપ ચેટ છેલ્લા કેટલાક દિવસોથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેના કારણે ઘણાં રાજકીય વિવાદ સર્જાયા હતા.
કોંગ્રેસ આ કથિત વોટ્સએપ ચેટ્સ ઉપર કેન્દ્ર સરકારને આડેહાથ લીધી હતી. એક કથિત વોટ્સએપ ચેટમાં ગોસ્વામી અને દાસગુપ્તા વચ્ચે થયેલી વાતચીતમાં દાવો કરવામાં આવ્યો હતો કે પૂર્વ માહિતી અને પ્રસારણ પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડે રિપબ્લિક ટીવીના સ્થાપક વિરૂદ્ધ છેતરપિંડીની તપાસની અવગણના કરી હતી.
૭ જુલાઈ, ૨૦૧૭ના રોજ કથિત રીતે લીક થયેલા વોટ્સએપ ચેટમાં, જ્યારે દાસગુપ્તાએ રિપબ્લિક ટીવી વિરૂદ્ધ માહિતી અને પ્રસારણ મંત્રાલયે કરેલી ફરિયાદ પર વાત કરી હતી, ત્યારે અર્નબ ગોસ્વામીએ કથિત રીતે જવાબ આપ્યો હતો કે, “ફ્રી-ટુ-એર ડિશ વિશે” રિપબ્લિક ટીવીના સ્થાપકએ પુષ્ટિ કરી હતી કે રાઠોડે તેમને છેતરપિંડીની ફરિયાદ વિશે જણાવ્યું હતું. અર્ણબ ગોસ્વામીએ કહ્યું, “રાઠોડે મને કહ્યું કે તે હાલ તેઓ તેની અવગણના કરી રહ્યા છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં જણાવાયું કે, અર્નબ ગોસ્વામીની માલિકીની રિપબ્લિક ટીવી પ્રસાર ભારતીની માલિકીની ડીટીએચ સેવા, ડીડી ફ્રીડિશ પર ગેરકાયદેસર રીતે પ્રસારિત કરવામાં આવી હતી. રિપબ્લિક ટીવી હરાજીની પ્રક્રિયામાં જોડાયા વિના ડીડી ફ્રીડિશ સર્વિસના બધા વપરાશકર્તાઓ માટે બેન્ડવિડ્થ પર બે વર્ષ માટે અનએનક્રિપ્ટેડ સ્વરૂપમાં બે વર્ષ માટે પ્રસારિત કરવામાં આવી હતી. ચેનલને હરાજીની પ્રક્રિયામાંથી પસાર થયા પછી વાર્ષિક ૮-૧૦ કરોડ રૂપિયાની કેરેજ ફી ચૂકવવાની રહે છે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આવી સંવેદનશીલ બાબતો અંગેની સંવેદનશીલ માહિતી ફક્ત વડાપ્રધાન, સંરક્ષણ પ્રધાન, ગૃહ પ્રધાન, એનએસએ અને વાયુસેનાના વડાને જ ખબર હોઈ શકે છે. ત્યારે અર્ણબ ગોસ્વામીને આ માહિતી કેવી રીતે પહોંચી અને કોણે આપી ? આ એક ખૂબ જ ગંભીર મુદ્દો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તે ગુનાહિત કૃત્ય છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ પાંચ લોકોમાંથી એક જ અર્ણવ ગોસ્વામીને બાલાકોટ હુમલાની જાણકારી આપી શકે છે અને આ મામલે માહિતી આપનાર વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ.
પૂર્વ ઈન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજી મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે રિપબ્લિક ટીવી વિરૂદ્ધ મળેલી ફરિયાદની અવગણના કરી હતી, અર્નબ ગોસ્વામીની કથિત વૉટ્સએપ ચેટમાં નવો ધડાકો

Recent Comments