નવી દિલ્હી,તા.૬
આખા વિશ્વની સાથે ભારત પર ચીનથી ફેલાયેલ વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી જંગ લડી રહ્યું છે. ભારતમાં લોકડાઉન હોવા છતા આ ખતરનાક વાયરસના કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે. ભારતમાં કોરોના સંક્રમિત કેસનો આંકડો ૪૦૦૦ને પાર પહોંચ્યો છે. જ્યારે ૧૦૯ લોકોના મોત થયા છે.
આ સંકટની સ્થિતિમાં દેશની જાણીતી હસ્તીઓ જરૂરિયાતમંદોની વ્હારે આવી છે અને પીએમ કેયર્સમાં ફંડ આપી સરકારને મદદ કરી રહી છે. ત્યારે હવે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહ પણ આગળ આવ્યો છે. તેણે રાહત કોષમાં ૫૦ લાખ રૂપિયાની આર્થિક મદદ કરવાની માહિતી આપી છે. આ સાથે યુવીએ કોરોના વિરુદ્ધ લડાઈમાં એક સાથે આવવા અપીલ કરી છે.
પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહે પીએમ કેયર્સમાં આપ્યા ૫૦ લાખ

Recent Comments