સિડની, તા.૮
ઈંગ્લેન્ડના પૂર્વ કપ્તાન માઈકલ વોન અને બોબ વિલિસને ડર છે કે એડિલેડ ટેસ્ટમાં પ્રવાસી ટીમ વિજય મેળવવામાં નિષ્ફળ રહ્યા બાદ તેને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ એશીઝમાં પ-૦થી વ્હાઈટવોશનો સામનો કરવો પડી શકે છે ઈંગ્લેન્ડને બીજી ટેસ્ટમાં પરાજયનો સામનો કરવો પડ્યો જ્યારે કે આ મેદાન ઉપર તેની જીતની સંભાવના વધારે હતી આ પહેલાં ઈંગ્લેન્ડને પર્થના વાકામાં હારનો સામનો કરવો પડ્યો હતો જ્યાં ટીમ ઓસ્ટ્રેલિયાને ૧૯૭૮ બાદથી હરાવી શકી નથી વોને કહ્યું કે, મને લાગે છે કે, આ પ્રવાસમાં ટેસ્ટ મેચ જીતવી ઘણી મુશ્કેલ હશે વિલિસે પણ વોન સાથે સહમતિ વ્યકત કરતાં કહ્યું કે, ઓસ્ટ્રેલિયાની ટીમ સારી છે. ઈંગ્લેન્ડે પોતાના તરફથી પૂરા પ્રયાસો કર્યા છે પણ તથ્ય એ છે કે તેને આ સ્થિતિમાં એક સારી ટીમ સામે રમવું પડી રહ્યું છે તેમણે કહ્યું મોટો તફાવત છે કે ઓસ્ટ્રેલિયા પાસે ઝડપી બોલિંગ વિભાગમાં ઘણા ઝડપી બોલર અને વિશ્વસ્તરીય સ્પિનર છે અમારી પાસે એવું નથી.