(એજન્સી) નવી દિલ્હી, તા.૭
દિલ્હી કેન્ટમાંથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કમાન્ડો સુરેન્દ્રસિંહે મંગળવારે (૬ માર્ચ) એક વીડિયો પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પર શેર કર્યો છે, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમણે આ ટિ્‌વટને દિલ્હીના સીએમ કેજરીવાલ અને પીએમઓ ઈન્ડિયાને પણ ટેગ કરી છે. વીડિયોમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને એનડીએમસીના ઉપાધ્યક્ષ કરણસિંહ તંવર પોતાના જ પક્ષના સાંસદ, પૂર્વ સાંસદ અને અન્ય નેતાઓને અપશબ્દો કહેતા જોવા મળી રહ્યા છે.
આપ નેતાએ વીડિયો શેર કરતાં લખ્યું કે, ભાજપના પૂર્વ ધારાસભ્ય અને એનડીએમસીના ઉપાધ્યક્ષ કરણસિંહ તંવરે પોતાના જ પક્ષની મહિલા સભ્ય સાંસદ મિનાક્ષી લેખી તેમજ સાંસદ અનિતા આર્યને (જે દલિત સમાજના છે) અપશબ્દો કહીને મહિલાઓ તેમજ દલિત સમાજનું પણ અપમાન કર્યું છે. સાથે જ તેમણે લખ્યું કે, ભાજપાને એનડીએમસીના ઉપાધ્યક્ષ પદ પરથી દૂર કરવી જોઈએ, શું ભાજપમાં સારા લોકો નથી ?