(એજન્સી) તા.૧૧
૬, સપ્ટે. ટાઇમ્સ નાઉ ચેનલે એવા રિપોર્ટ પ્રસારિત કર્યા હતાં કે ચીને પોતાની બાજુએ આવેલ પેંગગોંગ સો લેકને આંતરરાષ્ટ્રીય તેમજ ઘરેલુ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકી દીધું છે. ટાઇમ્સ નાઉ ચેનલે આવો દાવો કરીને તેના એન્કરે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ અંગે અમે પ્રાપ્ત કરેલા વીડિયો રજૂ કરીએ છીએ. વાસ્તવમાં ટાઇમ્સ નાઉ ચેનલે એક્સક્લુઝિવ ફૂટેજ બતાવવાના ઉત્સાહમાં ભારતની બાજુના લેકનો વીડિયો પ્રસારિત કર્યો હતો જે વિઝ્યુલ ટાઇમ્સ નાઉએ બતાવ્યાં છે તે ભારત તરફ પેંગગોંગ સો લેકના ફિલ્મ થ્રી ઇડિયટ્સના શૂટિંગ લોકેશનના છે. ચીને તેની બાજુએ આવેલ લેકનો વીડિયો રિલીઝ કર્યો હતો. આ અંગે સરકાર નિયંત્રિત બ્રોડકાસ્ટર સીજીપીએના પત્રકારે ટ્વીટ પણ કર્યુ હતું. જ્યારે તેની સામે ટાઇમ્સ નાઉએ પેંગગોંગ લેક ખાતે આવેલ થ્રી ઇડિયટ્સ ફિલ્મના શૂટીંગ પોઇન્ટના દ્રશ્યો પ્રસારીત કર્યા હતાં. ૨૦૦૯માં રિલીઝ કરાયેલ બોલિવુડની ફિલ્મ થ્રી ઇડિયટ્સ બાદ લદ્દાખ પ્રવાસનમાં ભારે ઉછાળો આવ્યો હતો. ધ ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર આ સરોવર ૧૩૫ કિ.મી. લાંબું છે જેમાંથી પશ્ચિમનો ૪૫ કિ.મી. લાંબો વિસ્તાર ભારતીય કબજામાં છે જ્યારે બાકીનો વિસ્તાર ચીનના કબજામાં છે. એએલટી ન્યૂઝ દ્વારા ટાઇમ્સ નાઉના સ્ક્રિન શોટની થ્રી ઇડિયટ્સના યૂટ્યૂબ વીડિયો સાથે તુલના કરવામાં આવી હતી અને આ વીડિયોમાં ંદેખાય છે તેમ ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલ પીળી બાઇક અને ખુરશીઓ દેખાય છે. એટલું જ નહીં ફિલ્મનું પોસ્ટર પણ દૂરથી નજરે પડે છે. થ્રી ઇડિયટ્સ લોકેશન પર કેટલીય પીળા કલરની બાઇક્સ છે જે ટુરિસ્ટોને ભાડે આપવામાં આવે છે.
Recent Comments