અમદાવાદ, તા.૧૮
ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરનારા લોકો માટે ચેતવણી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સલામતી અને સુરક્ષા માટે ઘણીવાર બેંક અને પોલીસ દ્વારા અજાણ્યા નંબરથી ફોન કરનારાને બેંકની કોઈપણ જાતની માહિતી ન આપવા કહેવામાં આવે છે, ત્યારે અમદાવાદમાં એક વૃદ્ધને પેટીએમનું કેવાયસી કરવાના નામે ગઠિયાએ બેંકની માહિતી લઈને ખાતામાંથી રૂા.૧૬.૭૩ લાખ બારોબાર ઊપાડી લીધા છે. સમગ્ર મામલે વૃદ્ધએ અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના મણીનગર પૂર્વમાં આવેલી જયશુભલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા ૮૪ વર્ષિય કૌશિકરાય ભાશકરરાવ દેસાઇએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ૧૬.૭૩ લાખની છેતરપિંડીની ફરિયાદ આપી છે. કૌશિકરાયે મણીનગરની સ્ક્ષાસ બેંકમાં પોતાનું અને તેમના પત્ની રમાબેનનું ખાતું ખોલાવ્યું હતું. આ ખાતામાં તેમણે બચતની મૂડી જમા કરાવી હતી. તારીખ ૧૧ ડીસેમ્બરના રોજ કૌશિકરાય તેમના ધરે હાજર હતા ત્યારે બપોરે તેમના મોબાઇલ પર એક ફોન આવ્યો હતો. ફોન કરનારે તેની ઓળખ રધુકુમાર કુશવાહ તરીકે આપી હતી. તે પેટીએમથી બોલતો હોવાનું જણાવ્યુ હતું. કૌશિકરાય પેટીએમનો ઉપયોગ કરતા હોવાથી ફોન કરનાર રધુકુમાર કુશવાહે કેવાયસી કરવાનું બાકી હોવાનું જણાવ્યું હતું. સામેની વ્યક્તિએ એવું કહ્યું હતું કે જો પેટીએમનું કેવાયસી નહીં કરાવો તો તમારું ખાતું બંધ થઈ જશે. કૌશિકરાય દવાઓના બીલ ચુકવવામાં તેમજ અન્ય બિલ પેમેન્ટ માટે પેટીએમનો વધુમાં વધુ ઉપયોગ કરતા હોવાથી સામેના વ્યક્તિની જાળમાં ફસાયા હતા. રધુકુમાર કુશવાહે ગૂગલ પ્લેય સ્ટોરમાંથી કેવાયસી પેટીએમ ડાઉનલોડ કરવા માટે કૌશિકરાયે કહ્યુ હતું. આ એપ્લિકેશન સર્ચ થઈ ન હતી. જે બાદમાં રધુકુમારે કૌશિકરાને લેપટોપ યૂઝ વાપરતા હોવ તો તેમાથી પ્રોસેસ કરવાનું કહ્યુ હતું. કૌશિકરાયે લેપટોપ શરુ કર્યા બાદ રધુકુમારે ટીમવ્યુવાર સોફ્ટવેર યૂઝ કરતા હોવાનું પૂછ્યુ હતું. કૌશિકરાય ટીમવ્યૂઅર યૂઝ કરતા હોવાનું જણાવતા તેને ૯ આંકડાનો કોડ માંગ્યો હતો, જેથી કૌશિકરાયે તેમને કોડ આપી દીધો હતો. જોકે, ટેક્નિકલ કારણોસર રધુકુમાર ટીમવ્યૂઅરને એક્સેસ કરી શક્યો ન હતી. જે બાદમાં કૌશિકરાયને બેંકમાં જઇને કેવાયસી કરાવવું પડશે તેમ જણાવ્યું હતું. સાથે જ સામેની વ્યક્તિએ એવું કહ્યું હતું કે કંપનીએ સિનિયર સિટિઝનોને તકલીફ ન પડે તે માટે કેવાયસી પ્રોસેસ ઓનલાઇન કરવાની સુવિધા ઉભી કરી છે. રધુકુમારે અલગ અલગ વાતો કરીને કૌશિકરાયનો વિશ્વાસ કેળવ્યો હતો અને ઇન્ટરનેટ બેન્કિંગ વાપરતા હોવાથી તેના થકી કેવાયસીની પ્રોસેસ થઇ શકે છે તેમ કહ્યુ હતું. કૌશિકરાય એક્સિસ બેંકનું ઇન્ટરનેટ બેન્કિંગ વાપરતા હોવાનું કહ્યુ હતું, જેથી રધુકુમારે યૂઝર આઇડી અને પાસવર્ડ માંગ્યો હતો. જોકે, કૌશિકરાયે શરૂઆતમાં યૂઝર આઇડી અને પાસવર્ડ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ઇન્કાર બાદ રધુકુમારે કૌશિકરાયને બાંહેધરી આપી હતી કે યૂઝર આઇડી પાસવર્ડથી કોઇ નુકશાન નહીં થાય અને બેંકમાં ગયા વગર કેવાયસીની પ્રોસેસ થઇ જશે. કૌશિક રાયે વિશ્વાસ કરીને ઇન્ટરનેટ બેન્કિંગના યૂઝર આઇડી અને પાસવર્ડ આપી દીધાં હતાં. રધુકુમારે ત્રણ સવાલો પૂછ્યા હતા જેના જવાબો કૌશિકરાયે આપ્યાં હતાં. એટલું જ નહીં તેમણે મોબાઇલ પર આવેલો સિક્યુરિટી કોર્ડ પણ આપી દીધો હતો. જે બાદમાં ષઅયતમમાં અલગ અલગ લિમિટ રાખવાના બહાના હેઠળ ગઠિયાએ કૌશિકરાય પાસેથી ઓટીપી મેળવી લીધા હતા. ઓટીપી નંબર મળતા જ ગઠિયાયે કૌશિકરાય અને તેમની પત્નીના ખાતામાંથી ૧૬.૭૩ લાખ ઉપાડી લીધા હતા. સાઇબર ક્રાઇમે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે