(એજન્સી) નવી દિલ્હી,તા.૯
સતત ત્રીજા દિવસે પેટ્રોલ ડીઝલ કિંમતમાં વધારો થયો હતો. લિટર દીઠ પેટ્રોલની કિંમત પ૪ પૈસા અને ડીઝલની કિંમત પ૮ પૈસા વધી હતી. ૮ર દિવસો બાદ ભાવોની સમીક્ષા બાદ તેલ કંપનીઓ દ્વારા ઈંધણની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.
દિલ્હીમાં લિટર પેટ્રોલનો ભાવ રૂા.૭ર.૪૬થી વધી રૂા.૭૩ થયો હતો જ્યારે ડીઝલનો ભાવ ૭૦.પ૯થી વધી રૂા.૭૧.૧૭ થયો હતો એમ તેલ કંપનીઓ દ્વારા જારી જાહેરનામામાં જણાવવવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ દિવસથી ઈંધણની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારથી સુધારેલા ભાવો જાહેર કરવામાં આવ્યા હતા. ૮ર દિવસના વિરામ બાદ પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવથી આર્થિક બોજો વધી રહ્યો છે. જો સળંગ ત્રણ દિવસનો હિસાબ કરવામાં આવે તો લિટર દીઠ પેટ્રોલના ભાવમાં રૂા.૧.૭૪ અને ડીઝલના ભાવમાં રૂા.૧.૭૮નો વધારો થયો હતો.