(એજન્સી) નવી દિલ્હી, તા.૯
પેટ્રોલના ભાવો ફરી આસમાને પહોચ્યા છે. દિલ્હીમાં મંગળવારે પેટ્રોલના લીટરનો ભાવ ૭૦ રૂપિયા થયો. ગ્રાહકોને ૭૦.પ૩ રૂપિયા ચૂકવવા પડે છે જ્યારે ડીઝલના ૬૦.૬૬ રૂપિયા ચૂકવવા પડે છે. કેન્દ્ર સરકારે ગયા ઓક્ટોબર માસમાં પેટ્રોલના ભાવો ઘટાડવા એકસાઈસ ડ્યુટી ઘટાડી હતી. પરંતુ તેની અસર હવે ખતમ થતી જોવા મળે છે. હવે પેટ્રોલની કિંમતો એકસાઈઝ ડ્યુટી ઘટાડા પહેલાં હતી તેવી થઈ ગઈ. આંતરરાષ્ટ્રીય બજારોમાં પેટ્રોલની કિંમતો લગાતાર વધતી જાય છે. ૩ ઓક્ટોબરે પેટ્રોલની કિંમત ૭૦.૮૮ પૈસા હતી જે આજે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડનો ભાવ ૬૭ ડોલર બેરલે પહોંચ્યો છે. પેટ્રોલ-ડીઝલની કિંમતો વધતા હવે તેને જીએસટીના અંકુશ હેઠળ લાવવા માટે સરકાર પર દબાણ વધી રહ્યું છે. જેમાં સામાન્ય માણસને રાહત રહે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને નાણામંત્રી અરૂણ જેટલી તેને જીએસટી હેઠળ લાવવાનો સંકેત આપી ચૂકયા છે જેથી આશા રખાય છે કે તેનો આ વર્ષે અમલ થઈ જાય. જીએસટી કાઉન્સિલની આગામી બેઠક પર આ મુદ્દે કોઈ નિર્ણય કરાય તેવો અંદાજ છે.

પેટ્રોલ અને ડીઝલના
ભાવો નીચે મુજબ વધ્યા છે
૯ જાન્યુઆરી-૧૮ના ભાવો

પેટ્રોલ ડીઝલ
દિલ્હી – ૭૦.પ૩ ૬૦.૬૬
કોલકાતા – ૭૩.ર૭ ૬૩.૩ર
મુંબઈ – ૭૮.૪ર ૬૪.૪૮
ચેન્નાઈ – ૭૩.૧ર ૬૩.૯ર