(એજન્સી) તા.૧પ
લોકડાઉન પછીથી પેટ્રોલ અને ડીઝલ પર વધેલા ટેકસથી મોદી સરકારને ર.રપ લાખ કરોડ રૂપિયાની મોટી આવક થવાનો અંદાજ છે. આ સ્થિતિ ત્યારે છે જ્યારે સંપૂર્ણ વિશ્વમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઐતિહાસિક ઘટાડો થઈ રહ્યો છે. બ્લૂમબર્ગ ઈન્ટેલીજન્સ મુજબ સરકાર અને તેલ કંપનીઓને દરરોજ વધેલા ટેકસથી ૭૩૦ કરોડ રૂપિયાની વધારાની આવક થઈ રહી છે. આ જ રકમને વાર્ષિક રીતે જોડી દેવામાં આવે તો ર.રપ લાખ કરોડ રૂપિયા થાય છે. જાણકારો મજબ ગત નાણાકીય વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને પેટ્રોલિયમ સેકટરથી કુલ પ.પ લાખ કરોડ રૂપિયાની મહેસૂલ મળી હતી.
અર્થવ્યવસ્થાના જાણકારોનું કહેવું છે કે તેનાથી સરકારને કોરોના સંકટથી લડવામાં મદદ મળશે. આ સમયમાં સરકારને ટેકસમાંથી મળનારી આવકમાં ઘટાડો થયો છે અને બીજી તરફ ગરીબો માટે રાહતોની જાહેરાતથી ખર્ચમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં સરકાર બજેટ સંતુલન બનાવવા માટે પેટ્રોલિયમથી મળતા આ વધારાના કરનો ઉપયોગ કરી શકે છે. મેમાં કેન્દ્ર સરકારે ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ૧૩ રૂપિયા અને પેટ્રોલ પર ૧૦ રૂપિયાનો વધારો કર્યો હતો. આ વધારાની સાથે જ ભારત પેટ્રોલિયમ પર સૌવી વધુ ૬૯ ટકા ટેકસ લેનારો દેશ બની ગયો છે. એટલું જ નહીં મોદી સરકારે રોડ સેસ પણ ૮ રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલિયમ પ્રોડકટસ પર વધાર્યા છે.
અકે તરફ કેન્દ્ર સરકારે વધારો કર્યો છે તો બીજી તરફ રાજ્ય સરકારોએ પણ વેટમાં વધારો કરી કોરોના સંકટથી પહોંચવાનો ઉપાયો શોધી લીધો છે. દિલ્હી, આંધ્રપ્રદેશ, આસામ અને પશ્ચિમ બંગાળ સરકારોનું કહેવું છે કે કોરોનાના કારણે લાગેલા લોકડાઉન દરમ્યાન તેમના મહેસૂલમાં ૯૦ ટકાનો ઘટાડો થયો છે. આવામાં રાજ્યોએ પણ ટેકસમાં ઘટાડાની ભરપાઈ માટે પેટ્રોલ અને ડીઝલ પર ડ્યુટી વધારી પોતાનો ખજાનો ભરવાનો પ્રયાસ કર્યો છે.
ભાવ ઘટતા ગયા, ટેકસ વધતા ગયા :-
પેટ્રોલ અને ડીઝલ પર ટેકસમાં આ રીતે વધારો થયો છે. ડિસેમ્બર ર૦૧૯માં કાચા તેલનો ભાવ ૬પ.પ અબજ ડોલર પ્રતિ બેરલ હતો અને એપ્રિલમાં આ ઘટીને ૧૯.૯ અબજ ડોલર પ્રતિ બેરલ થઈ ગયો. પરંતુ વાસ્તવિકતામાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ તફાવત જોવા મળ્યો નથી. તેના સ્થાને ૭ જૂન પછીથી તો ઊંધું ભાવ વધવા લાગ્યા. હાલમાં સરકાર પેટ્રોલ ૩ર.૯૮ રૂપિયા અને ડીઝલ પર ૩૧.૮૩ રૂપિયા એકસાઈઝ ડયુટી વસૂલી રહી છે.