(એજન્સી) તા.ર૦
મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પેરિયારની પ્રતિમાના ખંડન માટે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. ટ્‌વીટર પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જ્યારે આરએસએસ અને ભાજપ ત્રિપુરામાં લેનિનની પ્રતિમાઓ તોડવા માટે પ્રોત્સાહન આપી રહ્યા હતા ત્યારે તેમણે તેમના કાર્યકર્તાઓને જેઓ તેમની વિચારધારાના વિરોધી છે. તેમની પ્રતિમાઓ પણ તોડવાના સંકેતો આપ્યા હતા જેવી રીતે પેરિયાર આ સમાજ સુધારક દલિતો માટે લડયા હતા. તામિલનાડુમાં તેમની પ્રતિમા પણ તોડવામાં આવી. પુડ્ડુક્કોટ્ટાઈમાં અજાણ્યા લોકો દ્વારા તમિલ સ્વાભિમાન ચળવળના નેતા પેરિયારની પ્રતિમાનું ખંડન કરવામાં આવ્યું હતું. આ બાબતમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ તપાસ ચાલુ છે. આ પહેલાં જ્યારે ત્રિપુરામાં ભાજપની જીત પછી લેનિનની પ્રતિમાઓ ખંડિત કરવામાં આવી રહી હતી ત્યારે ભાજપના નેતા એચ.રાજાએ ઈ.વી.રામાસ્વામી પેરિયારની પ્રતિમાઓ તોડવાની ચેતવણી આપી હતી. એચ.રાજાએ તેની ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, લેનિન કોણ છે ? તેનો ભારત સાથે શું સંબંધ છે ? સામ્યવાદનો ભારત સાથે શું સંબંધ છે ? ત્રિપુરામાં લેનિનની પ્રતિમાઓ તોડવામાં આવી રહી છે. આજે ત્રિપુરામાં લેનિનની પ્રતિમાઓનો વારો છે. આવતીકાલે તામિલનાડુમાં જાતિવાદી ઈ.વી.રામાસ્વામીની મૂર્તિઓ તોડવામાં આવશે. પરંતુ પાછળથી તેમણે આ કહીને આ પોસ્ટથી અંતર કરી લીધું હતું કે આ તેમનું નિવેદન નથી અને તેમનો ફેસબુક એકાઉન્ટ હેક થયો છે. ડી.એમ.કે.ના કાર્યકારી પ્રમુખ એમ.કે.સ્ટાલિને ફેસબુક પોસ્ટ બદલ એચ.રાજાની ધરપકડની માંગ કરી હતી. આ ઉપરાંત ભાજપના નેતાઓએ પણ આ વિવાદાસ્પદ ટિપ્પણીથી અંતર જાળવ્યું હતું.