પેરિસ, તા. ૩
પેરિસ પાસેના સૌથી મહત્વના એક સ્થળ પર દેશી બનાવટનો બોમ્બ મળી આવ્યા બાદ ફ્રાન્સ પોલીસે પાંચની ધરપકડ કરી છે જેમાં આતંકવાદી વોચલિસ્ટમાં સામેલ એકનો સમાવેશ થાય છે. અધિકારીઓએ શનિવારે વહેલી સવારે એક હોલવેની અંદર અને બહાર ગેસ સિલિન્ડર સહિત ડીટોનેટર શોધી કાઢ્યા હતા. આશરે ૩૦ વર્ષની ઉંમરની આસપાસના પાંચેય શખ્સોને પૂછપરછ માટે અટકાયતમાં રાખવામાં આવશે. સૂત્રોએ જણાવ્યંુ હતું કે, પકડાયેલાઓમાંથી કેટલાક કટ્ટરવાદી પ્રવૃત્તઓ ચલાવી રહ્યા હતા. ફ્રાન્સના રેડિયો સાથે વાત કરતા વિદેશ પ્રધાન ગેરાર્ડ કોલોમ્બે જણાવ્યું હતું કે, પકડાયેલાઓમાંથી એક પોલીસ ટેરર વોચલિસ્ટમાં છે. મંત્રીએ જણાવ્યંુ હતું કે, આના કારમે ફ્રાન્સમાં ખતરાનું સ્તર ઘણું ઊંચુ થઇ ગયું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, માર્શિલેમાં છરા વડે હુમલાના કારણે બે મહિલાઓના મોત થયા હતા જેથી નવા સલામતી કાયદાનું મહત્વ વધી ગયું છે. ફ્રાન્સના ધારાશાસ્ત્રીઓ ગુરૂવારે સંસદમાં આતંકવાદને ડામવાના નવા કાયદા પર મતદાન કરશે જેમાં પોલીસ અને સ્થાનિક અધિકારીઓને વધુ સત્તા આપવા બદલ સંયુક્ત રાષ્ટ્રે માનવ અધિકાર અંગે ટીપ્પણી કરી ટીકા કરી હતી. તપાસને નજીકથી જોનારા ઇમારતમાં રહેનારા પોર્ટે ડીઓટેઉલે જણાવ્યું હતું કે, સવારે ૪.૩૦ કલાકે પોલીસને બે સિલિન્ડર મળી આવતા એલર્ટ અપાયું હતું. બાદમાં પોલીસને ઇમારત પાસેથી વધુ બે સિલિન્ડર મળી આવ્યા હતા. સલામતી સૂત્રોએજણાવ્યું હતું કે, આ સિલિન્ડરો સાથે મોબાઇલ ફોનને જોડ્યો હોવાની શંકા છે.