(એજન્સી) તા.ર૬
પેલેસ્ટીની લોકોનું એક રાજ્ય હોય જેનું પાટનગર જેરૂસલેમ હોય, તે તેમનો હક્ક છે જેનો વેપાર કરી શકાય નહીં. અલ્જેરિયાના રાષ્ટ્રપતિ અબ્દુલ મજદીદ તબુને ગઈકાલે આ જાહેરાત કરી હતની. સંયુક્ત રાષ્ટ્રની ૭પમી વાસ્તવિક સામાન્ય સભામાં તેમણે આ ટિપ્પણી કરી હતી. જે ઓનલાઈન યોજાઈ હતી. વધુમાં તબુને કહ્યું ફરી એક વાર અમે પેલેસ્ટીની લોકો અને તેમના સ્વતંત્ર, સાર્વભૌમત્વ રાજ્ય જેનું પાટનગર જેરૂસલેમ હોય અને સ્થાપિત કરવાના તેમના અકારણ અને બિનવાટાઘાટો કરી શકાય તેવા અધિકાર માટે અમારૂં દૃઢ સમર્થન વ્યક્ત કરીએ છીએ. વધુમાં ભારપૂર્વક તેમણે કહ્યું કે, અલ્જેરિયા અને ત્યાંના લોકો માટે પેલેસ્ટીની હેતુ હંમેશા મુકદ્દસ રહ્યું છે. રવિવારે તબુને સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, ઈઝરાયેલ સાથે સામાન્યીકરણ કરવામાં બહુ અણગમો અને વિરોધ છે, તેથી અલ્જેરિયનો તેમાં ભાગ લેશે નહીં. ૧પ સપ્ટેમ્બરે યુએઈ, બેહરીને ઈઝરાયેલ સાથે વ્હાઈટ હાઉસ દ્વારા આયોજિત સામાન્યીકરણ કરાર કર્યા હતા. જેનો પેલેસ્ટીની સરકાર અને લોકો દ્વારા વિરોધ કરાયો હતો.