(એજન્સી) તા.૮
અમિરાતી ઉદ્યોગપતિ ખલફ-અલ-હબ્તુરે કહ્યું કે, પેલેસ્ટીની શરણાર્થીઓ જેઓ ઝાયોનિસ્ટ ટોળકીઓ દ્વારા ૧૯૪૮માં તેમના ઘરો, શહેરો અને ગામડાઓમાંથી હાંકી કઢાયા હતા તે કયારેય ત્યાં પાછા ફરશે નહીં. સઉદીની માલિકીવાળા અરબ ન્યૂઝમાં પ્રકાશિત થયેલા એક લેખમાં અલ-હબ્તુરે લખ્યું કે, : એક માન્ય દલીલ અનુસાર ઈઝરાયેલીઓ હઠીલા રહ્યા છે. પણ આજ વાક્ય પેલેસ્ટીનીઓ માટે પણ કહી શકાય. જેઓ હજી પણ સીરિયા, જોર્ડન, લેબેનોન અને બીજે કયાંકના શરણાર્થીઓ ઉપરના પાછા ફરવાના અધિકારનો આગ્રહ કરે છે. એવું બનવું કયારેય પણ શક્ય નથી અને તેઓ આ સારી રીતે જાણે છે. વધુમાં તેમણે કહ્યું : યજમાન રાષ્ટ્રોને છાવણીઓ તોડવા અને શરણાર્થીઓને કામ કરવા અધિકારની મંજૂરી અને પોતાના મકાનોની માલિકીનો અધિકાર મેળવવા માટેની મંજૂરી અંગે તેમનું કહેવું વધુ સારું છે. ઉદ્યોગપતિએ દાવો કર્યો કે પેલેસ્ટીની શરણાર્થીઓ તેમના બાળકોમાં તેમના પૂર્વજો અને બાપ-દાદાઓના ભૂતપૂર્વ ઘરોની ચાવીઓ દેખાડી ખોટી આશાઓ જીવિત કરે છે જેથી ઈઝરાયેલીઓ પ્રત્યેની તેમની આંતરિક દુશ્મની પેઢીઓ સુધી આગળ પસાર થઈ જીવંત રહે. મારૂં માનવું છે કે આવું કરવું બન્ને પેઢીઓ માટે ગેરવાજબી છે. અલ હબતુરે અખાત રાજ્યો અને ઈઝરાયેલ વચ્ચે થયેલા શાંતિ સમજૂતી કરારની પ્રશંસા કરતાં કહ્યું કે, : ‘અબ્રાહમના આદેશોની સુંદરતા એ છે કે તેઓ વેપાર, વાણિજ્ય, પર્યટન, પ્રૌદ્યોગ અને સુરક્ષાની બાબતમાં તમામ સહી કરનારાઓને મોટો લાભ આપે છે.