(એજન્સી) તા.૧૭
સમાચાર મુજબ પેલેસ્ટીને રવિવારે કોરોનાથી વધુ ૧૭ લોકોનાં મોત થયા હોવાનું સમર્થન કર્યું છે. આરોગ્ય મંત્રી માઈ અલ-કેલાએ એક નિવેદનમાં જણાવ્યું કે, કબજાવાળા વેસ્ટ બેંકમાં ૧૧ અને ગાઝાપટ્ટીમાં ૬ મોત થયા છે. તેમણે જણાવ્યું કે, ૧૬૩૯ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેથી કુલ મીલાવીને ૧,ર૪,૬૪૧ કેસ થયા છે. જેમાં ૧૦૭૯ લોકોના મૃત્યુ થયા છે. અને ૯૮,પ૧૮ લોકો સ્વસ્થ થયા છે. ૯૩ દર્દી અત્યારે પણ આઈસીયુમાં છે, જેમાંથી ૩૦ વેન્ટિલેટર પર છે પાછલા વર્ષે ડિસેમ્બરના અંતમાં શરૂ થયેલ કોરોના સંપૂર્ણ વિશ્વમાં ફેલાઈ ગયો છે. જે ૧૯૧ દેશો અને વિસ્તારોમાં ૧.૬ મિલિયનથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.