(એજન્સી)                 તા.૬

બુધવારે સુરક્ષા મંત્રીમંડળના નિર્ણય પછી ઈઝરાયેલ દ્વારા આતંકવાદી હોવાનો આક્ષેપ કરાયેલા મૃત પેલેસ્ટીનીઓના મૃતદેહોને તેમના  પરિવારોને પરત  આપવામાં આવશે નહીં. આ  નીતિને જમણેરી પાંખના જૂથો દ્વારા ક્રૂર અને ઘાતકી ગણાવાઈ છે. આ નીતિ, સંરક્ષણ મંત્રી બેન્ની ગેન્ટઝ દ્વારા બનાવેલી નવી વ્યૂહરચનાનો એક ભાગ છે, જેનો મુખ્ય હેતુ કેદીઓની આપ-લે વાટાઘાટોમાં મૃતદેહોને સોદાબાજી ચાવી તરીકે ઉપયોગ કરવાનો છે. આતંકવાદીઓના મૃતદેહોને પરત કરવાનો ઈન્કાર ઈઝરાયેલી નાગરિકોની સુરક્ષા જાળવવાની અમારી પ્રતિબદ્ધતાનો એક ભાગ છે હું આશાસ્પદ છું કે અમારો દુશ્મન પણ સંદેશને સમજી જશે અને તેને આંતરિક બનાવશે. જેરૂસ્લેમ પોસ્ટ અનુસાર, ઈઝરાયેલ દ્વારા હાલમાં ચાર પેલેસ્ટીનીઓના મૃતદેહો રોકી રખાયેલા છે અને જિનિવા કન્વેલ્શન થયા હોવા છતાં પણ જેમાં કહેવાયું હતું કે જે પક્ષો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ થાય, તેમણે એક બીજાના મૃતકોને માનપૂર્વક દફનાવી દેવાના રહેશે. યુરો-મેડિટરેનિયન માનવ અધિકાર મોનિટરના સ્થાપક રામી અબ્દુએ કહ્યું કે આ તે કૃત્ય છે જેને યુદ્ધ અપરાધ માનવામાં આવે છે. અલ-જઝીરાનો અહેવાલ હાઈફા સ્થિત પેલેસ્ટીની માનવ અધિકાર સંસ્થા, અદાલાહે કેબિનેટના નિર્ણયની નિંદા કરીને તેને વખોડી કાઢયું હતું અને કહ્યું હતું કે ઈઝરાયેલી સુરક્ષા કેબિનેટ દ્વારા પેલેસ્ટીનીઓના મૃતદેહને જાળવી રાખવાનો નિર્ણય અત્યંત સમસ્યારૂપ છે અને  સ્પષ્ટ રીતે વેરની ભાવનાને પ્રેરણા આપનાર છે. માનવ શરીર (મૃતદેહ)નો સોદાબાજી ચાવીઓ તરીકે ઉપયોગ કરવાની નીતિ સૌથી મૂળભૂત વિશ્વવ્યાપી મૂલ્યો અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે જે ક્રૂર અને સમાનવિય વર્તનને પ્રતિબંધિત કરે છે. ઈઝરાયેલની સુપ્રીમકોર્ટના  ત્રણ જસ્ટિસે આ સ્થિતિને સમર્થન આપ્યું છે. આ એક અત્યંત ખરાબ સ્તરની અસભ્ય નીતિ છે અને વિશ્વમાં એવો કોઈપણ દેશ નથી જે આ નીતિને અપનાવશે. ઈઝરાયેલી સત્તાધારીઓએ નિયમિત પણે પેલેસ્ટીની હુમલાખોરોના મૃતદેહોને રોકી રાખ્યા છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર જૂથો દ્વારા  આ પ્રથાને વ્યાપક રીતે વખોડી કઢાઈ છે. સત્તા દ્વારા ૧૯૬૭થી સેંકડો પેલેસ્ટીનીઓના મૃતદેહોના અવશેષો સંગ્રહી રખાયા છે. મૃતદેહો અને અવશેષોને શબઘરમાં રખાય છે. અથવા કબ્રસ્તાનમાં અનિયંત્રિત કબરો બનાવી દેવાય છે. સંરક્ષણ મંત્રી બેન્ની ગેન્ટઝે કહ્યું કે આ બધું એક  વ્યાપક અભિયાનનો ભાગ છે.