(એજન્સી) તા.૨
પેલેસ્ટીની પરિવહન અને સંચાર મંત્રાલયે જાહેરાત કરી કે પેલેસ્ટીની એરલાઈન્સ રપ વર્ષ પછી પોતાની વાહક સેવા બંધ કરી દેશે. ત્યારબાદ એરલાઈને પોતાના બે બાકી ફોકર પ૦ વિમાનોની રજૂઆત કરી, જે નેધરલેન્ડસ દ્વારા સપ્ટેમ્બરમાં વેચાણ માટે દાન કર્યા હતા. ૧૯૯પમાં સ્થાપિત કંપની ૧૯૯૭માં ચાલુ થઈ જે ગાઝાપટ્ટીમાં યાસર અરાફાત આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી મધ્ય પૂર્વમાનં ઉડાન ભરે છે જો કે ર૦૦૧માં દ્વિતીય ઈતિફાદા દરમ્યાન ઈઝરાયેલ દ્વારા એરપોર્ટને નષ્ટ કરી દીધું હતું. એરલાઈન ગાઝા સીમા પાસે ઈજિપ્તના અલ-અરીશ એરપોર્ટ પર જતી રહી, પરંતુ પોતાના વિમાનને લીઝ પર આપવા માટે વિવશ કરવામાં આવ્યા અને ર૦૧૭ સુધી પોતાની વધુ પડતી ગતિવિધિ રોકી દીધી. મંત્રાલયના અન્ડરસેક્રેટરી અમ્માર યાસીને જણાવ્યું કે, પેલેસ્ટીની ટ્રિબ્યુનલને અમ્માનમાં પાર્ક કરવામાં આવેલા વિમાન માટે પ્રસ્તાવ મળ્યો નથી અને કાહિરા પાર્ક કરવામાં આવેલા એક વિમાનને નાઈઝીરીયામાં એક એરલાઈનને લીઝ પર આપવામાં આવી હતી. જો કે તેમણે સમજાવ્યું કે, વૈશ્વિક કોરોના મહામારીના પરિણામ સ્વરૂપ અનુબંધને રદ્દ કરી દીધો હતો. પેલેસ્ટીયન એરલાઈન્સમાં ૮ કર્મચારી, બે પાયલોટ, ત્રણ પ્રશાસનિક કર્મચારી અને ત્રણ ગ્રાઉન્ડ સ્ટાફ હતા.
Recent Comments