(એજન્સી) તા.૯
ઈઝરાયેલમાં એક પેલેસ્ટીની કેદી પાછલા ૩૬ વર્ષથી જેલમાં છે. પેલેસ્ટીની કેદી સમાજ (પીપીએસ)એ ખુલાસો કર્યો છે. કબજાવાળા વેસ્ટ બેન્કમાં બેથલેહમના ગવર્નરમાં જાબાથી મોહમ્મદ અલ્તસની ૧૯૮પમાં ફતહના સભ્ય તરીકે ઈઝરાયેલના કબજાનો વિરોધ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ૬પ વર્ષીયને ગોળી મારી દેવામાં આવી હતી અને તે ધરપકડના સમયે ગંભીર રીતે ઘાયલ થયો અને પછી તેને જેલની સજા સંભળાવવામાં આવી. તે હવે ઈઝરાયેલના કબજાવાળા અધિકારીઓ દ્વારા આયોજિત ત્રીજો સૌથી લાંબો સમય વિતાવનારા પેલેસ્ટીની કેદી છેે. સમાચાર મુજબ એક વર્ષ સુધી કોમામાં રહ્યા પછી ર૦૧પમાં તેમની પત્નીનું મોત થયું અને તેમના ત્રણ બાળકો અને ૯ પૌત્ર-પૌત્રીઓ છે. સમાચાર મુજબ ઓલ્ટસ ર૬ પેલેસ્ટીયનોમાંથી એક છે જે ઓસ્લો સમજૂતી પર હસ્તાક્ષર કરતા પહેલાથી જેલમાં છે, જેમાં કરીમ યુનુસ અને જોહર યુનુસ સામેલ છે. જેમને ૧૯૮૩થી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ઈઝરાયેલ હાલમાં પ૧ પેલેસ્ટીનોને પકડી રહ્યું છે. ર૦થી વધુ વર્ષ માટે જેલ, પ૪૧ કેદી આજીવન જેલની સજા કાપી રહ્યા છે, રિપોર્ટમાં આ પણ જણાવવામાં આવ્યું છે કે ૧૯૬૭થી લઈને અત્યાર સધુી રરર પેલેસ્ટીનીના જેલમાં મોત થયા છે. જેલમાં રહેવા દરમ્યાન આરોગ્ય બેદરકારીના પ્રત્યક્ષ પરિણામ તરીકે તેમના મુકત થયા પછી અનેક લોકો મૃત્યુ પામ્યા છે.