(એજન્સી) તા.ર૧
ઈઝરાયેલી વસાહતીઓએ આજે પેલેસ્ટીની ખેડૂતો પર હુમલો કર્યો અને તેમને નેબ્લસ ગવર્નરેટના દિર અલ-હતાબના ગામમાં પોતાની જમીનથી હટાવી દીધા. ઉત્તરી વેસ્ટબેન્કમાં વસ્તીઓના પોર્ટફોલિયોના પ્રભારી પેલેસ્ટીની અધિકારી ઘાસસન ડાગ્લાસ મુજબ વસાહતીઓના એક સમૂહે ખેડૂતો પર હુમલો કર્યો કારણ કે તે પોતાના જૈતુનના વૃક્ષ પરથી પાકને ઉતારીને ગામમાં લઈ જઈ રહી હતી. હુમલાખોર એલોન મોરેહની ગેરકાયદેસર ઈઝરાયેલી વસ્તીથી આવ્યા હતા. જેમણે કાલે સીવેજ અને ગંદા પાણીથી પેલેસ્ટીનના માલિકીવાળી જમીનને ખરાબ કરી દીધી હતી. કબજાવાળા વેસ્ટબેન્કમાં રહેતા પેલેસ્ટીનીઓને લાંબા સમયથી વસાહતીઓ દ્વારા સતત હુમલાઓની ફરિયાદ છે, જેમાં હુમલો, બર્બરતા અને પેલેસ્ટીનીના ખેતરના વિનાશ સામેલ છે. આ પ્રકારના હુમલાઓ દરમ્યાન વસાહતીઓને સામાન્ય રીતે ઈઝરાયેલી સૈનિકો દ્વારા સંરક્ષિત કરવામાં આવે છે. જૈતુનનો પાક કબજાવાળા પ્રદેશોમાં હજારો પેલેસ્ટીની પરિવારોની આવકનો મુખ્ય સ્ત્રોત છે, પરંતુ ઈઝરાયેલના કબજાના કારણે તેમને અનેક અડચણનો સામનો કરવો પડે છે. તેમાં ખેડૂતોની પોતાની જમીન સુધી પહોંચની સાથે-સાથે વસાહતીઓના હુમલાઓ પર ઈઝરાયેલ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધ પણ સામેલ છે.