(એજન્સી) તા.ર૩
ઈજિપ્તના અલ-અઝહરે કબજે કરેલા વેસ્ટ બેન્કમાં હજારો નવી વસાહતી એકમો બનાવવાની ઈઝરાયેલ દ્વારા અપાયેલી મંજૂરીની નિંદા કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ કબજે કરેલા પેલેસ્ટીની રાજયના પ્રદેશો પર અનિક્રમણ કરી રહ્યા છે અને પેલેસ્ટીનીઓને ઉશ્કેરી રહ્યા છે. અલ-અઝહરે રવિવારે પ્રકાશિત થયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ નીતિ પેલેસ્ટીની ભૂમિની આરબ ઓળખની વાસ્તવિકતામાં પરિવર્તન લાવશે નહી અને ઝાયોનિસ અસ્તિત્વ, જમીનના હકીકી માલિક પીડિત પેલેસ્ટીનીઓની જમીન હડપ કરવા માગે છે. અલ-અઝહરે આંતરરાષ્ટ્રીય સમુદાયને હાકલ કરી છે કે, ઈઝરાયેલ દ્વારા આચરવામાં આવતા વસાહતી કૃત્યોની વિરૂદ્ધ ઉભા રહેવા તમામ પગલાં લેવા જોઈએ જે વર્તમાન પરિસ્થિતિને વધુ જટિલ બનાવે છે. નિવેદનમાં વધુમાં કહ્યું હતું કે આ કૃત્યો દ્વારા યુએન સુરક્ષા પરિષદના ઠરાવો અને પેલેસ્ટીની રાજયના અધિકાર અને તેના કાજ સાથે સંબંધિત આંતરરાષ્ટ્રીય નિર્ણયોને થપ્પડ મારવામાં આવી છે. ગયા અઠવાડિયે ઈઝરાયેલ વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુના આગ્રહ પર કબજે કરેલા વેસ્ટ બેન્ક ખાતે ૪,૯૪૮ વસાહતી એકમોના નિર્માણને પરવાનગી આપી હતી.