(એજન્સી) તા.૧૧
સંયુકત રાષ્ટ્ર (યુએન) સમક્ષ રજૂ કરવામાં આવેલી ફરિયાદોમાં ઈઝરાયેલ પર આરોપ છે કે પેલેસ્ટાઈનમાં ઈઝરાયેલ, પત્રકારોને ઈરાદાપૂર્વક નિશાન બનાવે છે અને મીડિયા કર્મચારીઓની તેની દ્વારા હત્યાઓની સંપૂર્ણ તપાસ નિષ્ફળ ગઈ છે. આંતરરાષ્ટ્રીય પત્રકારોનું મહામંડળ, સંઘ (આઈએફજે) અને પેલેસ્ટીની પત્રકારોનો સંઘ (પીજેએસ) દ્વારા રજૂ કરવામાં આવેલી ફરિયાદોમાં વિશેષને પત્રકારોની હત્યા અને તેમને પહોંચાડવામાં આવેલી હાનિ માટે ન્યાય મેળવવા અને જવાબદાર ઠેરવવા અંગે ખાસ કહેવામાં આવ્યું છે. આમાં ર૦૧૮માં અહેમદ અબુ હુસૈન, યાસર મુર્તુઝાની હત્યાઓ અને ર૦૧૯માં મુઆથ અમારનેહને વિકલાંગ બનાવવો અને ર૦૧પમાં નેડાલ ઈસ્તયાહે, બંને પત્રકારોને સ્નાઈપર્સ દ્વારા આંખમાં ગોળી મારવામાં આવી હતી, આઈએફજેના સામાન્ય સચિવ, એન્થોની બેલ્લાગરએ કહ્યું કે, વર્ષાથી વિશ્વભરે ઈઝરાયેલી દળો દ્વારા પેલેસ્ટીની પત્રકારોની હત્યા અને અપંગતાનો દસ્તાવેજીકરણ કર્યો છે અને તેઓ દરરોજ ભેદભાવનો સામનો કરે છે. પીજેએસના પ્રમુખ નાસેર અબુ બક્રે જણાવ્યું કે, અમે દરરોજ સૈનિકો દ્વારા અમારા સાથીદારોની હત્યા થતા જોઈએ છે. અમારા સાથીઓ સામેના ગુનાઓ માટે કોઈને કયાંરેય પણ ન્યાય મળતો નથી. અમે માનીએ છીએ કે આ ફરિયાદો તેમના માટે અને તમામ પેલેસ્ટીની પત્રકારો માટે અને તેમના પરિવારો માટે ન્યાય મેળવવા માટે યોગ્ય પગલા લોે.