(એજન્સી) વેસ્ટ બેન્ક, તા.૧૫
ઉત્પાદક મધાંતા જેસીબી સામે બ્રિટિશ સરકાર દ્વારા તપાસ કરવામાં આવશે. એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, આ કંપની દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલ મશીનરીનો ઉપયોગ ઈઝરાયેલના સુરક્ષા દળો દ્વારા પેલેસ્ટાઈનના મકાનોને તોડી પાડી કબ્જો કરાયેલી પેલેસ્ટાઈનની જમીન પર ગેરકાયદેસર વસાહતો સ્થાપવા માટે કરવામાં આવ્યો હતો. પેલેસ્ટાઈની માનવ અધિકાર સંગઠનના વકીલો દ્વારા નોંધાયેલી ફરિયાદ બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. ગત વર્ષે બ્રિટન નેશનલ કોન્ટેકટ પોઈન્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બહુરાષ્ટ્રીય કંપનીઓમાં ઓઈસીડી દિશા-નિર્દેશો માટે આંતરરાષ્ટ્રીય વેપાર વિભાગમાં સ્થિત એનસીપીને ફરિયાદ અપાઈ હતી. આ ઘટના સાથે જોડાયેલા વકીલોએ જણાવ્યું હતું કે, જેસીબી સીધી રીતે પેલેસ્ટાઈનને નિશાન બનાવતાં ઈઝરાયેલના હોમ ડિમોલીશન પોલિસી બિઝનેસ ધરાવતાં સંગઠનો સાથે જોડાયેલ છે. જેસીબી આમાં સહભાગી છે. આ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, જેસીબીના ઉત્પાદનોનો દસ ગામોમાં અથવા ૨૦૧૬થી ૨૦૧૯ વચ્ચે કબ્જો કરાયેલા પેલેસ્ટાઈનના ભાગો પર બનેલી ઘટનોેઓમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનાઓમાં કુલ ૮૯ ઘરોને તોડી પાડવામાં આવ્યા હતા. જેથી ૪૮૪ લોકો ઘરવિહોણાં થયા હતા. એનસીપીએ જણાવ્યું હતું કે, આ કેસ ઈઝરાયેલે કરેલા ગેરકાયદેસર ડિમોલીશનમાં જેસીબીની મશનરીના કરાયેલા ઉપયોગનો છે. આ એક ગેરકાયદેસર ઘટના છે માટે આ મામલે તપાસ થવી જરૂરી છે. એક અહેવાલ મુજબ આ કંપનીએ વડાપ્રધાન બોરીસ જ્હોન્સનને તેમના ચૂંટણી પ્રચાર માટે ૨૫ હજાર યુરો આપ્યા હતા. આ કંપનીએ વર્ષ ૨૦૧૦થી અત્યાર સુધી કન્ઝરવેટીવ પાર્ટીને દસ મિલિયન યુરો આપ્યા છે.