(એજન્સી) લંડન,તા.૨ર
બ્રિટનમાં સ્થિત પેલેસ્ટીન ફોરમ દ્વારા “પેલેસ્ટીન મારો પ્રશ્ન છે” શીર્ષક સાથે યોજાયેલ કાર્યક્રમ વિવિધ પ્રવૃત્તિઓ સાથે સમાપ્ત થયો. આ કાર્યક્રમમાં મોરોક્કોના કલાકાર રશીદ ઘોલમ, પેલેસ્ટીનના કલાકાર ઓમર બદેર અને ઇઝરાયેલ સાથે સામાન્ય સંબંધો બનાવવાનો વિરોધ કરતી એમીરાતી એસોસીએશનના સેક્રેટેરી જનરલ શૈબા અલ નુંઈમીએ ભાગ લીધો હતો. પી.એફ.બી.ના અધ્યક્ષ અલ-કારમીએ કાર્યવાહીની શરૂઆત કરી હતી. એમણે કહ્યું પેલેસ્ટીન, આરબ, મુસ્લિમ અને માનવો જેવો અન્યાય સામે નફરત કરે છે એમની તરફે પેલેસ્ટીન મારો પ્રશ્ન છે. અલ-કારીમીએ એ પછી રાષ્ટ્રીય પેલેસ્ટીન પ્રાઈઝની જાહેરાત કરી હતી. આ એવાર્ડ સંયુક્ત રીતે રચીદ ઘુલમ અને ઇઝરાયેલ સાથે સામાન્ય સંબંધો બનાવવાનો વિરોધ કરતી એમીરાતી એસોસીએશનને આપવામાં આવ્યા હતા. ઘુલામે આ એવાર્ડ માટે પ્રસન્નતા જાહેર કરતા કહ્યું કે પેલેસ્ટીનની પડખે ઉભું રહેવું એક ફરજનો ભાગ છે અને એના માટે માન સન્માન આપવાની જરૂર જ નથી, તેઓ એ જ કરી રહ્યા છે જે ખરું છે. એસોસીએશન તરફે ટિપ્પણી કરતા અલ-નુંઈમીએ કહ્યું કે અમીરાતના લોકો સંબંધો સામાન્ય બનાવવા બાબત વિરોધમાં છે અને જે ટી.વી. પર બતાવવામાં આવે છે તેઓ અમીરાતી લોકોનું પ્રતિનિધિત્વ કરતા નથી અને અમારી પેલેસ્ટીન સાથે પ્રતિબદ્ધતા છે. કફર કસિમ શહેરમાંથી આવેલ ૧૭ વર્ષીય કલાકાર મુહમ્મદ બદેરે પોતાના નવા નિર્માણ થયેલ કલાત્મક ચિત્ર માટે કહ્યું જેમાં બતાવ્યું છે કે કઈ રીતે ઓક્ટોબર ૧૯૫૬ના વર્ષમાં ઇઝરાયેલના બોર્ડર સૈનિકોએ સામુહિક નરસંહાર કરી ૪૯ ગ્રામજનોની હત્યા કરી હતી જેમાં મોટા ભાગના બાળકો અને મહિલાઓ હતી. કાર્યક્રમમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો. આ હરીફાઈ ૧૮ વર્ષીય ફિદા અલ- ઓવૈસીએ જીતી હતી. જેમણે એવાર્ડ મળવા બદલ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.