(એજન્સી) તા.રપ
મંગળવારની રાત્રે ૧૦ઃ૧૦ વાગ્યાનો સમય. ઓચિંતા શહેરથી લઈ ગામડાની મસ્જિદોમાં અઝાન શરૂ થઈ ગઈ. પહેલા અફવા ફેલાઈ કે દિલ્હીમાં ભૂકંપ આવી ગયો છે. ઓચિંતા અઝાન સાંભળતા જ યુવાનો, બાળકો, વૃદ્ધ અને મહિલાઓ ઘરોની છતો પર પહોંચી ગયા. શહેરની જામા મસ્જિદથી લઈને તમામ વિસ્તારોમાં મસ્જિદોમાંથી અઝાનનો અવાજ ગૂંજવા લાગ્યો.
શહેરની કિલ્લા જામા મસ્જિદ, સુફી ટોલા, કાજી ટોલા, કાંકર ટોલા, બિહારીપુર, શહદાના, જૂના શહેરના જગતપુર, ચક મહમુદ, કાજી ટોલા, રોહિલી ટોલા, રબડી ટોલા, બાકરગંજ, કિલ્લા ગોંટિયા, જસોલી જબીરા, કરબલાન, સ્વાતિ નગર, બુધોલિયા, સીબીગંજ, બડા બજાર, કુતુબખાના, આલમગીરીગંજ, આજમનગર વગેરે વિસ્તારોમાં મસ્જિદોમાંથી અઝાન થઈ. સુચના પર પોલીસ પણ હેરાન રહી. પોલીસની ગાડીઓ રસ્તાઓ પર દોડવા લાગી. કેટલાક વિસ્તારોમાં ભીડ એકઠી થવા લાગી. બધા એક-બીજાને પૂછવા લાગ્યા કે મોડી રાત્રે અઝાનનું કારણ શું છે. કોઈપણ જવાબ આપવાની સ્થિતિમાં ન હતું. અડધી રાત્રે સંપૂર્ણ શહેરમાં હોબાળો થયો. કોઈએ જણાવ્યું કે કાનપુરની એક દરગાહમાંથી રાત્રે અઝાન આપવાની અપીલ થઈ. શહેર ઈમામ મુફતી ખુર્શીદ આલમે જણાવ્યું કે જ્યારે જ્યારે મુશ્કેલી આવી છે રાત્રે મસ્જિદોમાંથી અઝાન થતી રહી છે. કોરોના વાયરસ પણ એક જીવલેણ રોગ છે. માટે તેને સમાપ્ત કરવા માટે મસ્જિદોમાંથી અઝાન ઉપરાંત ઘરોમાં દુઆની અપીલ કરવામાં આવી છે.
જમાત રઝાએ મુસ્તુફા ઉપાધ્યાક્ષ સલમાન હસન ખાં કાદરીનું કહેવું છે કે બરેલી મરકઝમાં ભારતના દરેક શહેરમાંથી સુચના આવી છે કે રાત્રે મસ્જિદોમાંથી અઝાન થઈ છે. નમાઝીઓને જણાવવામાં આવ્યું છે કે તે લોકો વઝુ અને ફજર ઘરોમાં જ અદા કરે.