(એજન્સી) નાગપુર, તા.૨૯
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ૨૦૨૦ના વર્ષમાં સૈનિક શાળા શરૂ કરવા તૈયારી કરી રહ્યું છે. અહિં ભારતીય સેનામાં અધિકારી બનવા માટે બાળકોને શિક્ષણ આપવામાં આવશે. આ શાળાઓને RSS ની શિક્ષા સંસ્થા વિદ્યા ભારતી ચલાવશે.
સમાચારો મુજબ શાળાનું નામ રજ્જૂભૈયા સૈનિક વિદ્યા મંદિર હશે. આ નામ ઇજીજીના પૂર્વ સરસંઘચાલક રાજેન્દ્ર સિંહ ઉર્ફે રજ્જૂભૈયા ના નામથી રાખવામાં આવ્યું છે.
રજ્જૂભૈયા સૈનિક વિદ્યા મંદિરની પહેલી શાખા ઉત્તરપ્રદેશના બુલંદશહર જિલ્લાના શિકારપુરમાં શરૂ કરાશે. અહિં ૧૯૨૨ના વર્ષમાં રજ્જૂ ભૈયાના જન્મ થયો હતો.
છોકરાઓ માટે આવાસીય શાળાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. વિદ્યા ભારતી અહિં અભ્યાસક્રમના રૂપે કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (ઝ્રમ્જીઈ)ને અપનાવશે. આમાં ૬ઠ્ઠા ધોરણથી લઇ ૧૨માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓ હશે. એપ્રિલ ૨૦૨૦થી શાળા શરૂ થવાની શક્યતા મૂકાય છે. અધિકારીઓએ કહ્યું કે જો આ યોજના સફળ રહેશે તો આ પ્રકારની બીજી શાળાઓ અન્ય સ્થળોએ પણ શરૂ કરાશે. ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનાથી પ્રવેશ માટેના ફોર્મ બહાર પાડવાની શક્યતા પણ છે. નોંધનીય છે કે વિદ્યા ભારતી સમગ્ર દેશમાં ૨૦ હજારથી વધુ શાળાઓ ચલાવે છે.