ગોધરા, તા.ર
હાલોલ સ્થિત પાવાગઢ રોડ ઉપર જાહેર માર્ગ ઉપર પોલીસ કાફલાઓ ઉપર કરાયેલા પથ્થરમારા અંગે આ પૂર્વે ચર્ચાઓમાં રોઝા પૂર્ણ થયા બાદ કોઠી ફળીયાના એક ઈસમને ધાબા ડુંગરી ખાતે ચાલતા એક દેશી દારૂવાળા સાથે ઝઘડો થતા પોતાના સાગરિતોને બોલાવીને આ દારૂવાળાની ધોલાઈ કરવામાં આવી હતી. આ દારૂવાળાએ ધોલાઈને સરભર કરવા માટે પોતાના સાગરિતોને જણાવતા બે ગાડીઓ ભરીને હથિયારો સાથે માણસો પાવાગઢ રોડ તરફ જવા રવાના થયા હતા. આ જ સમયે કુંભારવાડામાં રહેતા મૌલવી મપનૂલ ઈબ્રાહીમ દેલાલીયા પેટ્રોલ પુરાવા જતા બસ સ્ટેન્ડ વિસ્તારમાં દેખાતાવેંત આ બંને ગાડીઓમાં સવાર હુમલાખોરોએ મૌલવીને ઘેરીને માર મારવાનું શરૂ કરતા ભરચક રહેતા બસ સ્ટેન્ડ વિસ્તારમાં દોડા દોડીઓ થઈ હતી. આ ઘટના બસસ્ટેન્ડ પોલીસ ચોકી પાસેની પોલીસ પણ હાજર દેખાતી હતી.આ બનાવ સાથે આપણા મોલવીને જાહેરમાં મારીને હુમલાખોરો બદલો લેવા આવી રહ્યા છે. આ સત્ય હકિકતો કહો કે અફવાઓ જાતજાતામાં પાવાગઢના જાહેર માર્ગ લઘુમતિ સંપ્રદાયના ચક્કાજામ સાથે હુમલાખોરોની ગાડીઓની રાહ જાઈ રહ્યા હતા. અને જાહેરમાં મૌલવીને કોણે માર્યા ? ગાડીઓ કોની છે ? આ નામજોગ ચર્ચાઓનો ઉશ્કેરાટ વધુ ઉગ્ર બનતો ગયો હતો.