(એજન્સી) રોમ, તા. ૨
રવિવારે ઇસ્ટરના દિવસે પોપ ફ્રાન્સિસે ઇઝરાયેલ-ગાઝા સરહદે ૧૭ નિર્દોષ પેલેસ્ટીની પ્રદર્શનકારીઓને ઇઝરાયેલી સૈનિકો દ્વારા મોતને ઘાટ ઉતાર્યાના બે દિવસ બાદ પવિત્ર ભૂમિમાં શાંતિ માટે અપીલ કરી હતી. પોેપે પવિત્ર ભૂમિ માટે સુલેહ કરવાનું કહેતા પોતાના શહેર અને વિશ્વ માટેના ભાષણમાં સેન્ટ પીટરની બેસિલિકાની સેન્ટ્રલ બાલ્કનીમાંથી ફૂલોથી ભરેલા વર્ગમાં હજારો અનુયાયીઓ માટે આ અંગે ટીપ્પણીકરી હતી જ્યાં મોટાભાગના લોકોએ ઉજવણી પણ કરી હતી. ઇઝરાયેલના સુરક્ષા મંત્રીએ પેલેસ્ટીની પ્રદર્શનો દરમિયાન સેના દ્વારા હત્યાઓની તપાસ કરવાની વાતને ફગાવી દીધી છે જેમાં ગાઝા સરહદે હજારો પેલેસ્ટીનીઓ પોતાના મૂળભૂત અધિકારો માટે કૂચ કરી રહ્યા હતા ત્યારે ઇઝરાયેલી સૈનિકો દ્વારા તેમના પર અત્યાચારી ગોળીબાર કરાતા ૧૭ નાગરિકો માર્યા ગયા હતા જ્યારે ૧૭૦૦થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. આમાં મોટા પ્રમાણમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થતો હતો. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો જીટરસ, ફેડેરિકીકા મોગરિની, યુરોપિય સંઘના વિદેશ નીતિ પ્રમુખ અને અન્ય નેતાઓએ એક સ્વતંત્ર તપાસની માગ કરી હતી. આપહેલાના અઠવાડિયામાં પેલેસ્ટીની પક્ષ પર ૪૬ દિવસની યોજનાના પ્રદર્શનનો સામનો કરવા માટે સરહદ પર ઇઝરાયેલના ૧૦૦થી વધુ સ્નાઇપરો તૈનાત હતા. પોપ ફ્રાન્સિસે છઠ્ઠી ઇસ્ટરની ઉજવણી કરતા શ્રોતાઓને દુનિયામાં અન્યાયના આટલા બધા કૃત્યોનો અંત કરવા માટે અનુરોધ કર્યો હતો.