પોરબંદર, તા.૬
પોરબંદર પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલની સુચના તથા સીટી ડી.વાય.એસ.પી. જે.સી. કોઠીયાના માર્ગદર્શન હેઠળ હાર્બર પોલીસ સ્ટેશનના ૈં/ષ્ઠ. પો.ઈ. બી.એસ.ઝાલા તથા ડી.સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ. મેરામણભાઇ તથા કૃણાલભાઇને હકીકત મળેલ કે કુછડી ગામમાં રામદે જીવા ઓડેદરાના ઘરે અમુક ઈસમો દેશી દારૂની મહેફિલ માણે છે જે આધારે રેઇડ કરતા પાંચ ઈસમો દેશી દારૂની મહેફિલ માણતા મળી આવતા તમામ ઈસમો સામે હાર્બર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ મુજબ મહેફિલનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.