અમદાવાદ, તા.પ
પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનના જણાવ્યા અનુસાર રાજકોટ-હાપા સેક્શનમાં વિદ્યુતીકરણ કાર્ય થવાથી ૧૩ જુલાઈ ર૦૧૯ સુધી પોરબંદરથી તારીખ ૬, ૯, ૧૩ જુલાઈના રોજ ઉપડનારી ટ્રેન નં.૧૯ર૬૩-પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ તથા ૧૧ અને ૧ર જુલાઈની ૧૯ર૬૯-પોરબંદર-મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસ હાપા, જામનગરની જગ્યાએ વાયા વાંસજાલિયા, જેતલસર, ભક્તિનગર, રાજકોટના પરિવર્તિત માર્ગથી ચાલશે. એમ પશ્ચિમ રેલવે જનસંપર્ક અધિકારી પ્રદિપ શર્માની એક યાદીમાં જણાવેલ છે.