ભાવનગર, તા.૧૧
ભાવનગર જિલ્લાના તળાજા પાસેના ધારડી ગામે દેવીપૂજક પરિવારના એક પર દિવસના બાળકનું સારવાર દરમ્યાન સર ટી. હોસ્પિટલમાંં મૃત્યુ થયું છે.
ભાવનગર જિલ્લાના તળાજાના ધારડી ગામે રહેતા દેવીપૂજક યુવરાજ મગનભાઈ વાઘેલા (પર દિવસ)ને ગઈકાલે સ્થાનિક કોઈ ડૉકટરોને તેના ગામ જઈ પોલિયોનું ઈન્જેકશન આપ્યું હતું. આ ઈન્જેકશન લીધા બાદ બાળકને ખૂબ જ તાવ આવી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે ગઈકાલે સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં આજે બીજા દિવસે બુધવારે સવારે બાળકનું સારવાર દરમ્યાન મૃત્યુ થતા ભારે હોબાળો મચ્યો છે. મૃતક બાળકનાં પરિવારજનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા જણાવ્યું હતું.