ભરૂચ, તા.૧૦
બહુચરાજી મંદિરના મહંત જયકર મહારાજ દ્વારા પોલીસકર્મી પર થયેલ હુમલાને વખોડતું ભીસ્તાન ટાઇગર સેનાએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભીલીસ્તાન ટાઇગર સેના ભરૂચ તરફથી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે, બહુચરાજી મંદિરના પુજારી જયકર મહારાજને બે વર્ષ પૂર્વ ભરૂચ ખાતે થયેલ ડબલ મર્ડર સંદર્ભમાં પોલીસ પ્રોટેક્સન આપવામાં આવ્યું હતું. જે મુજબ આજદિન સુધી પોલીસ કર્મચારીઓ પ્રોટેક્સન આપતા આવ્યા છે ત્યારે તાજેતરમાં જ આદિવાસી સમાજના પોલીસ કર્મચારી વસાવા ભુપેન્દ્રકુમાર મંગુભાઈને જયકર મહારાજે ઢોરમાર માર્યો હતો તેમજ જાતિ વિષયક શબ્દો બોલી તેના માથાના ભાગે તાંબાનું પાત્ર મારી લોહીલુહાણ કરી દીધો હતો. જાતિ વિષયક શબ્દો બોલી ગાળો બોલી આદિવાસી સમાજનું જયકર મહારાજે અપમાન કર્યું છે અને તેઓ રાજકીય વર્ગ ધરાવતા હોવાના પગલે આદિવાસી મહિલા તેમજ પુરૂષ ઉપર ખોટી ફરિયાદ કરે છે અને કહે છે કે, અમારા બહુચરાજી મંદિરમાં આદિવાસીઓએ પૂજા કરવા આવવું નહીં તો આખું મંદિર ધોવું પડે છે તે બાબતે પણ પોલીસ કેસ થયો હતો અને આ પ્રકારની તમામ બાબતોને ધ્યાનમાં લઇ જયકર મહારાજનું પોલીસ પ્રોટેક્સન પાછું ખેંચી લેવા માટે ભીલિસ્તાન ટાઇગર સેનાએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
પોલીસકર્મી પર હુમલો કરનાર જયકર મહારાજનું પોલીસ પ્રોટેક્શન પાછું ખેંચો

Recent Comments