અમદાવાદ,તા.૧૦
રાજયના પોલીસ વડાની કચેરી દ્વારા રાજયના તમામ પોલીસ કમિશનર અને તમામ પોલીસ અધિક્ષકોને પરિપત્ર બહાર પાડીને આદેશ આપ્યો છે કે સરકારી કર્મચારીઓને ટુ-વ્હીલર ચલાવતી વખતે ફરજિયાત હેલમેટ પહેરવું. પ્રાપ્ત વિગતો મુજબ રાજયની ડીજીપીની કચેરી દ્વારા પરિપત્ર કરીને આદેશ કરવામાં આવ્યો છે કે કમિશનર રેન્જ વડાની કચેરી તથા પોલીસ અધિક્ષકની કચેરીના તાબામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી અને વહીવટી સ્ટાફ ટુ-વ્હીલર વાહન ચલાવે. ત્યારે ફરજિયાત પણે હેલમેટ પહેરવા સુચના આપવામાં આવે છે. આ આદેશનો અમલ કરાવવા પણ પરિપત્રમાં જણાવાયું છે.