બંને ભાઈઓના વકીલ મોહમ્મદ રાશિદે જણાવ્યું કે તેઓRSS કાર્યકરની ઉત્પીડન
સંબંધિત મામલાથી વાકેફ પણ નહોતા અને તેઓ સતત પોલીસને જણાવી રહ્યા હતા કે તેઓ બંને નિર્દોષ છે છતાં તેમના પર કોઈ દયાભાવ રાખવામાં ન આવ્યો અને તેમને ટોર્ચર કરાતા રહ્યા

(એજન્સી) તા.૧૦
૨૪ ઓગસ્ટના રોજ પલાક્કડ નોર્થ ડિવિઝન પોલીસે બે ભાઈઓ અબ્દુલરહેમાન(૧૮) અને બિલાલ(૨૦)ની તેમના ઘરેથી અટકાત કરી લીધી. બંનેની એક આરએસએસ કાર્યકરના શારીરિક શોષણ મામલે પુછપરછ કરવા અટકાયત કરાઈ હતી. જોકે તેમને કસ્ટડીમાં લેતાની સાથે જ તેમને ટોર્ચર કરવાની શરૂઆત કરાઈ.
બંને ભાઈઓના વકીલ મોહમ્મદ રાશિદે જણાવ્યું કે તેઓ આરએસએસ કાર્યકરની ઉત્પીડના સંબંધિત મામલાથી વાકેફ પણ નહોતા અને તેઓ સતત પોલીસને જણાવી રહ્યા હતા કે તેઓ બંને નિર્દોષ છે છતાં તેમના પર કોઈ દયાભાવ રાખવામાં ન આવ્યો અને તેમને ટોર્ચર કરાતા રહ્યાં. તેમની ધરપકડના એક અઠવાડિયા બાદ અબ્દુલરહેમાન હજુ પણ ગંભીર ઈજાઓને લીધે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેને ગુપ્તાંગ, છાતિ, થાઈ, પગ પર જ્યારે બિલાલને હજુ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં જ રખાયો છે. તેની પણ દયનીય હાલત થઈ ચૂકી છે. તેમની સામે આઈપીસીની કલમ ૩૦૮, ૩૪૧, ૩૨૪ સહિત અન્ય કલમો હેઠળ ખોટી રીતે જ કાર્યવાહી કરી દેવામાં આવી છે.
એડવોકેટ રાશિદે તેમની સાથે થયેલી ભયાવહતાનું વર્ણન કરતાં કહ્યું કે સબ ઈન્સપેક્ટર સુધીશ કુમાર નવ પોલીસ સભ્યોની ટીમ સાથે તેમના ઘરમાં ઘૂસ્યા હતા ત્યારે ઘરમાં એક પણ પુરુષ સભ્ય હાજર નહોતો. બંને યુવાનોની બહેને જ્યારે પિતાને કોલ કરવા પ્રયાસ કર્યો તો પોલીસે તેને પણ ધમકાવી કે તેને પણ સાથે ઉપાડી જશે. પોલીસવાળા કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના બંને ભાઈઓને ઉપાડી ગયા હતા. જ્યારે પરિજનો પોલીસ સ્ટેશને પહોંચ્યા તો પોલીસે કહ્યું કે તેઓ અમારી કસ્ટડીમાં જ નથી. જોકે તેમની સાથે ગંભીર રીતે માનવાધિકારોનો ભંગ કરતી ઘટનાઓ અને પોલીસની ક્રૂરતા દર્શાવતી ઘટનાઓ બની હતી. એડવોકેટ રાશિદે કહ્યું કે અબ્દુલરહેમાન જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તેણે જણાવ્યું કે ૧૦ પોલીસવાળાએ તેને બાંધીને માર્યો. તેઓ તેની છાતી પર ચઢીને બેસી ગયા હતા અને તેને માથા પર મારી રહ્યા હતા. બે પોલીસ અધિકારીઓ તો તેના પર ચઢીને બેસી ગયા અને તેના ગુપ્તાંગને લાઈટર વડે બાળી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેમના ગુપ્તાંગ પર પીપર સ્પ્રેનો છંટકાવ પણ કર્યો હતો.
(સૌ.ઃ ટુ સર્કલ.નેટ)