(એજન્સી) તા.૮
ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે કે દિલ્હી પોલીસે ૨ નવેમ્બરની રાત્રે તેમની ઝૂંપડપટ્ટીમાં દરોડો પાડ્યો હતો. બુધ વિહારના ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ દાવો કરે છે કે પોલીસે પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને તેમના ઘરોમાં માર માર્યો અને તેમના પર બાંગ્લાદેશી હોવાનો આરોપ લગાવ્યા બાદ તે વિસ્તારના સીસીટીવી કેમેરા તોડી નાખ્યા. પોલીસ દ્વારા હુમલો કરાયેલામાં એક ગર્ભવતી મહિલા અને એક સગીર છોકરો પણ સામેલ છે. પોલીસે કબૂલ્યું કે તે રાત્રે બનેલી ઘટનાના પરિણામે તેઓએ ઝૂંપડપટ્ટીમાંથી ૧૯ પુરુષોની ધરપકડ કરી કરી છે પરંતુ તેમના પર હિંસા અને ત્રાસ આપવાના લગાવવામાં આવેલ આરોપોને ખોટા ગણાવી નકારી કાઢ્યા છે. પોલીસે અમને બાંગ્લાદેશી કહી બોલાવ્યા અને કહ્યું કે તેમને ત્યાં મોકલશે. પોલીસે પોલીસ સ્ટેશનમાં અમને બધાને એમ પણ કહ્યું કે તમે આ દેશ છોડો કેમ કે તમે બધા બાંગ્લાદેશી છો. બુધ વિહારની ઝૂંપડપટ્ટીની રહેવાસી ૧૯ વર્ષીય સમીરુલ ખાન કહે છે કે તે રાત્રે પોલીસે તેની અટકાયત કરી હતી. પોલીસ અમને કહેતી હતી કે તમે બાંગ્લાદેશી છો, આ દેશ છોડી દો. તમે અહીં ઉપદ્રવ કરવા આવ્યા છો. આ જ ઝૂંપડપટ્ટીની રહેવાસી સબીના ખાતુન જણાવે છે કે પોલીસનું કહેવું છે કે ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ મનઘડત વાર્તાઓ બનાવી રહ્યા છે અને તેમની સામેના આ આરોપો ખોટા છે. પોલીસ દ્વારા ઘણી મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો સ્થાનિકોનો આરોપ છે. સબિનાખાતુન એક સર્ગભા મહિલા છે જે કહે છે કે દિલ્હી પોલીસ દ્વારા તેણી પણ હુમલો કરવામાં આવ્યો હતો. તેણીએ કહ્યું કે હું તેમની વિનંતી કરતી રહી કે હું સગર્ભા છું મને મારશો નહી. પરંતુ તેઓ લાઠીઓથી મને મારતા રહ્યા. પોલીસ નશામાં હતી તેઓ અમારા ઘરમાં ઘૂસી ગયા અને મને પેટ અને અન્ય જગ્યાએ માર મારતા રહ્યા. સબીના નામની અન્ય મહિલાએ કહ્યું કે મેં પોલીસને અમારી સાથે આ પ્રકારના દુર્વ્યવહાર બંધ કરવાનું કહેતા મારી પીઠ પર માર માર્યો. પોલીસે હુમલો કરતો પુરાવો સીસીટીવી કેમેરા હતા જેનો તેમણે નાશ કર્યો હતો. ઝૂંપડપટ્ટીના રહેવાસી મિમી બીબીએ કહ્યું કે અમે શું ગુનો કર્યો છે કે દિલ્હી પોલીસે અમને મહિલાઓને આટલી નિર્દયતાથી માર્યા ? પોલીસની કાર્યવાહીની તપાસ થવી જોઈએ. અમને આ રીતે મારવાની સત્તા તેમને કોણે આપી ? મીમી બીબી તેમના નિવાસ સ્થાન પર લાગેલા સીસીટીવી કેમેરા તરફ ઇશારો કરે છે અને કહે છે પોલીસોએ અહીં આ સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. તેઓ ખોટા હોવાથી તેમણે પુરાવાનો નાશ કર્યો છે. જો આ પ્રકારની કાર્યવાહીમાં પોલીસની ભૂલ ના હોય તો તે સીસીટીવી કેમેરા કેમ તોડે ? જો કે પોલીસે આ દાવાઓને નકારી કાઢ્યા છે. ધ ક્વિન્ટ સાથે વાત કરતા બુધ વિહાર પોલીસ સ્ટેશનના એસએચઓ ખેમેન્દ્ર પાલ સિંહે દાવો કર્યો હતો કે ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ પોતાના સીસીટીવી કેમેરા જાતે જ તોડી નાખ્યા હતા. ઝૂંપડપટ્ટીમાં સીસીટીવી કેમેરા રાખવાની જરૂર કેમ પડી તે અંગે પૂછવામાં આવતા સ્થાનિકોએ ધ્યાન દોર્યું કે ઝૂંપડપટ્ટીની જમીન વિવાદિત છે અને તેના પર પડોશી જાટ પરિવારોમાંથી કેટલાક દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ઝૂંપડપટ્ટીના રહેવાસીઓનું કહેવું છે કે તેઓને ડર હતો કે તેઓને જમીન પરથી હટાવવાના પ્રયાસમાં કોઈ ઝૂંપડપટ્ટીમાં આગ લગાડી શકે છે જેથી તેઓએ કેમેરા લગાવ્યા. ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ દાવો કરતા કહે છે કે આ કરવામાં આવતી ધરપકડો તેમને જમીનમાંથી બહાર કાઢવાના પ્રયાસોનો એક ભાગ છે અને પોલીસ પડોશી જાટ પરિવારોના કહેવા પર પક્ષપાતી ભૂમિકા ભજવી રહી છે. મીમી બીબી પૂછે છે આટલા બધા ગરીબ લોકો અહીં રહે છે તેઓ ક્યાં જશે ? કેસ હવે કોર્ટમાં છે. પોલીસ ધરપકડ કોઈપણ રીતે જમીન વિવાદ સાથે જોડાયેલી હોવાની બાબત સામે ઇન્કાર કરે છે. પોલીસનું કહેવું છે કે ધરપકડ કરવામાં આવી છે કારણ કે જ્યારે તેઓ બશારુલને પકડવા ગયા હતા ત્યારે ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ તેમના પર હુમલો કર્યો હતો. (સૌ. : ધ ક્વિન્ટ)