(એજન્સી) લખનૌ, તા.૮
છન્નૂ સોનકરને પોલીસ લગભગ નજીકના જામફળના બગીચામાંથી ઉઠાવીને લઈ ગઈ હતી. જ્યારે મોડી રાત સુધી છન્નૂ ના આવ્યા તો તેમના મોબાઈલ પર ફોન કરવામાં આવ્યો હતો ત્યાંથી જણાવાયું કે તેમના દિયરને જહાનાગંજ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. સવારે નજીકના બદરકા પોલીસ સ્ટેશનમાંથી બે સિપાહી આવ્યા અને એવું કહીને સદર હોસ્પિટલમાં લઈ ગયા કે છન્નૂની સારવાર ચાલી રહી છે. ત્યાં જઈને ખબર પડી ને છન્નૂ સોનકરની પોલીસે હત્યા કરી નાખી છે.
આ વાતો આઝમગઢમાં બનાવટી અથડામણ દરમ્યાન માર્યા ગયેલા કટરાના નિવાસી છન્નૂ સોનકરના પિતા ઝબ્બૂ સોનકર અને ભાભી સુભાવતીની છે.
બીજી તરફ કાનપુરથી ઉઠાવીને બનાવટી અથડામણમાં માર્યા ગયેલા મુત્કલ્લીપુર, પવઈ નિવાસી મુકેશ રાજભરની બહેન લક્ષ્મી જણાવે છે કે ભાઈને મારવા માટે ૧પ દીવસ પહેલાં પોલીસ આવી હતી. તે સમયે હું ઘરમાં એકલી હતી. પોલીસે અપશબ્દો કહ્યા અને મારઝૂડ પણ કરી અને ભાઈનું સરનામું પૂછીને ચાલી ગઈ. ત્યારબાદ ર૬ જાન્યુઆરીના રોજ સાડા ૯ વાગ્યે કાનપુરથી ઉઠાવીને તેની હત્યા કરી નાખવામાં આવી.
તે જણાવે છે કે રામજન્મ સિપાહીએ ૧ર વાગ્યે ફોન કર્યો કે કેટલું ખેતર છે તો મા એ પુછ્યું કેમ, તો કહ્યું કે સાહેબ પૂછી રહ્યા છે. માએ પોલીસને કહ્યું કે મુકેશને તો સવારે જ ઉઠાવ્યો હતો, તમારી પાસે છે ? જો હોય તો તેની સાથે મારઝૂડ ના કરશો, તમે જેટલા પૈસા કહેશો તે આપી દઈશું અને ત્યારબાદ તો ભાઈના મૃત્યુના જ સમાચાર આવ્યા. તેણીની જણાવે છે કે તેના પર કોઈ ઈનામ નહોતું પરંતુ તે દિવસે તેને માર્યા બાદ પ૦ હજારના ઈનામની જાહેરાત કરવામાં આવી.
ભાઈ સર્વેશે કહ્યું કે મારો ભાઈ ૧૮ વર્ષનો પણ નહોતો થયો કે પોલીસે તેને બદમાશ જાહેર કરીને તેને મારી નાખ્યો. મૃતદેહ પણ ના આપ્યો, તેના જબરદસ્તી અગ્નિસંસ્કાર કરી દીધા. તેઓ જણાવે છે કે ર૧૦૬માં પહેલીવાર એક અજ્ઞાત કેસમાં તેને ઉઠાવીને પૈસાની માગણી કરવામાં આવી હતી કે જો પૈસા નહીં આપો તો તેને ગેંગસ્ટર હોવાનો આરોપ મૂકીને જેલ ભેગો કરી દઈશું અને જ્યારે પૈસા ના આપ્યા તો તેને જેલમાં ધકેલી દીધો. ૧પ દિવસ પવઈ પોલીસ સ્ટેશનમાં જ્યારે તેને રાખવામાં આવ્યો હતો તો રોજ પોલીસ આવીને પરિજન સાથે અભદ્ર વર્તન કરી મારઝૂડ કરતી હતી અને પૈસા માગતી હતી. ત્યારબાદ તપાસમાં ગેંગસ્ટર હટી ગયું અને તે જેલમાંથી બહાર આવ્યો. ભાઈ જ્યારે જેલમાં હતો ત્યારે પણ પોલીસ આવતી હતી અને છૂટ્યા બાદ પણ. તેમનું દબાણ હતું કે તે ક્યાંક બોમ્બે દિલ્હી જતો રહે. તે ગયો પણ ખરો, પરંતુ આ દરમ્યાન તેને ભાગેડુ કહી કહીને બદમાશ ગણાવીને મારી નાખ્યો. બનાવટી અથડામણના નામે પોલીસની ગોળીનો શિકાર જિલ્લા પંચાયતની ચૂંટણી લડી ચૂકેલા પેડરાના રહેવાસી રઈસ અહમદની પત્ની બેબીએ જણાવ્યું કે ૩૦ ડિસેમબરના રોજ ધુમ્મસના સમયે રાત્રે સાડા સાત વાગ્યાની આસપાસ આબિદ નામનો એક વ્યક્તિ મારા પતિને બોલાવીને લઈ ગયો. થોડા સમય બાદ લોકોએ જણાવ્યું કે એસ.ઓ.જી.ની ટીમ તેમને પોતાની ગાડીમાં ભરીને લઈ ગઈ. તેમણે બચાવ માટે બૂમો પણ પાડી. તેમને ભેડિયા પુલ અંબારીની પાસે એન્કાઉન્ટર કરવા માટે લઈ ગયા પરંતુ ત્યાં સુધીમાં સમાચાર ફેલાઈ જવાથી તેમને લઈ જઈને ઘણા દિવસો સુધી રાખ્યા બાદ બારાબંકીમાં ગોળી મારીને અથડામણ દર્શાવવામાં આવી.