(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.ર૪
આજરોજ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજસિંહ વાઘેલા, ઘનશ્યામભાઈ ગઢવી ચેરમેન ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, મગનભાઈ જાદવ મહામંત્રી જિલ્લા કોંગ્રેસ ફિરોજખાન પઠાણ પ્રમુખ ધોલકા શહેર કોંગ્રેસ, આત્મારામ ચૌહાણ તાલુકા પ્રમુખ તાલુકા કોંગ્રેસ, મુનાફભાઈ રાધનપુરી અને ઐયુબખાન પઠાણ અગ્રણી અશ્વિન સોનારા, તાલુકા અને શહેર કોંગ્રેસ તમામ પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તાલુકા, જિલ્લા અને નગરપાલિકા સંદર્ભે મિટીંગ યોજવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ખેડૂત વિરોધી કાળા ૩ કાયદાના પત્રની કોપીની હોળી કરી સરકાર વિરોધી સૂત્રો પોકારી વિરોધ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેના લીધે કોંગ્રેસી કાર્યકર્તાઓ ફિરોજખાન પઠાણ, હરીશભાઈ પરમાર, મન્સુરખાન તાલુકદાર, પ્રવિણભાઈ જાદવ, મહેશભાઈ સોનારાને પોલીસે ડીટેઈન કર્યા હતા.